નવી દિલ્હી: જૂની દિલ્હીની હૌઝ કાજીમાં રવિવાર રાત્રે પાર્કિંગને લઇને બે સમુદાયોની વચ્ચે અથડામણ સર્જાઇ હતી. ત્યારબાદ કેટલાક તોફાની તત્વોએ લાલ કુઆં વિસ્તારમાં જૂના દુર્ગા મંદિરની અંદર મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે. ડેપ્યૂટી પોલીસ કમિશ્નર (સેન્ટ્રલ) મનદીપ સંધાવાએ બુધવારે આ જાણકારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- નવા કોંગ્રેસ અધ્યક્ષ પર નિર્ણય સામુહિક રીતે કરવામાં આવશે: વેણુગોપાલ


રંધાવાએ કહ્યું કે, અમે મંદિરમાં તોડફોડ કરવા મામલે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે. જેમાં 4 માઇનોર છે અને પાંચમાં માઇનોરની ઉંમરની ચકાસણી કરવામાં આવશે. અમે આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યાં છે. 


વધુમાં વાંચો:- નવા અધ્યક્ષની ચૂંટણીથી દુર રહેશે ગાંધી પરિવાર, સોનિયા-રાહુલ અમેરિકા જશે !


ગૃહ મંત્રીએ દિલ્હી પોલીસ કમિશ્નરને બોલાવ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નર અમુલ્ય પટનાયકને બોલાવ્યા હતા. ગૃહ મંત્રીએ આ ઘટનાને લઇને પોલીસ કમિશ્નરથી નારાજગી દર્શાવી છે. અમિત શાહ સાથે મુલાકાત બાદ અમૂલ્ય પટનાયકે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, મેં તેમને અહીંની સ્થિતિ વિશે જાણકારી આપી છે. હૌઝ કાજી વિસ્તારમાં હાલાસ હવે સામાન્ય છે.


વધુમાં વાંચો:- દાઉદના સૌથી નજીકના જાબિર મોતીવાલાનો ખુલાસો, પાકિસ્તાનમાં છુપાયો છે ડૉન


ઉલ્લેખનીય છે કે, હૌઝ કાજી હાર્ડવેર ઉત્પાદનનું એક કેન્દ્ર છે. હૌઝ કાજી વિસ્તારમાં સર્જાયેલા તણાવ બાદ સ્થાનિક સાંસદ તેમજ મંત્રી હર્ષવર્ધને મંગળવારે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. હર્ષવર્ધને કહ્યું કે, તેમણે આશ્વાસન આપ્યું છે કે ગુનેગારોમાંથી કોઇપણને છોડવામાં આવશે નહીં.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...