દાઉદના સૌથી નજીકના જાબિર મોતીવાલાનો ખુલાસો, પાકિસ્તાનમાં છુપાયો છે ડૉન

બ્રિટનમાં ધરપકડ કરાયેલ દાઉદ ઇબ્રાહિમના સૌથી નજીકના જાબિર મોતીવાલાએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, દાઉદ પાકિસ્તાનમાં છે

દાઉદના સૌથી નજીકના જાબિર મોતીવાલાનો ખુલાસો, પાકિસ્તાનમાં છુપાયો છે ડૉન

નવી દિલ્હી : બ્રિટનમાંથી ધરપકડ કરાયેલ દાઉદ ઇબ્રાહિમનાં સૌથી નજીક જાબીર મોતિવાલાએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, દાઉદ પાકિસ્તાનમાં છે. અમેરિકી તપાસ એજન્સીઓનાં અનુસાર જાબિર મોતીવાલા દાઉદના ખાસ છે અને તેની પાસે દાઉદ અને તેના નેટવર્ક મુદ્દે અમેરિકી એજન્સી એફબીઆઇ સાથે સંપર્ક કરવાની તૈયારીમાં છે. ભારતીય એજન્સીઓના અનુસાર દાઉદનાં ડી નેટવર્ક અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની વચ્ચે ગઠબંધન છે અને મોતીવાલા તેમાં મહત્વની કડી છે. મોતીવાલા ડી નેટવર્કનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવે છે અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે પણ તેનો સંબંધ છે. મોતીવાલા ઘણી વખત પાકિસ્તાન આવતું જતું રહે છે. 

અમે રાહુલને ફરી એકવાર અપીલ કરીશું કે તેઓ કોંગ્રેસનાં અધ્યક્ષ રહે: મોતીલાલ
એફબીઆઇએ બ્રિટનથી મોતીવાલાનાં પ્રત્યાર્પણની માંગ કરી છે જેની સુનવણી કોર્ટમાં થઇ રહી છે. કોર્ટમાં મોતીવાલાના પ્રત્યાર્પણ દરમિયાન થયેલી સુનવણી દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે, દાઉદ મુંબઇ વિસ્ફોટમાં વોન્ટેડ છે જેમાં 200થી વધારે લોકો મરાયા હતા. એફબીઆઇએ બ્રિટનથી મોતીવાલાના પ્રત્યાર્પણની માંગ કરી છે જેની સુનવણી કોર્ટમાં થઇ રહી છે. 

અત્યંત ભાવુક પત્ર લખી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ ધર્યું
એફબીઆઇની તપાસમાં ખુલાસો થયો છે કે જાબિર મોતીવાલાની પાસે યુકેના દસ વર્ષના વિઝા જેની અવધિ વર્ષ 2028માં ખતમ થશે પરંતુ તેઓ ગત્ત ઘણા મહિનાઓ સાથે પોતાનાં પરિવારની સાથે એટિગુઆ અને બરબુડાની નાગરિકતા લેવાનો પ્રયાસ કરવામાં લાગેલા હતા. જાબિરે તેના માટે દુબઇની એક કંપનીમાં 2 લાખ અમેરિકી ડોલર પણ જમા કરાવ્યા હતા. 

હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, પાર્ટી ઝડપી પોતાના નવા સારથીને શોધે: રાહુલની સ્પષ્ટતા
મોતીવાલને લંડનની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ગત્ત વર્ષે 17 ઓગષ્ટે મની લોન્ડ્રિંગ અને ડી કંપનીના નાર્કોટિક્સના મુદ્દે ધરપકડ કરી હતી ત્યાર બાદ અમેરિકાએ બ્રિટનથી મોતીવાલાનાં પ્રત્યાર્પણની અપીલ કરી હતી. Zee News પાસે રહેલી માહિતી અનુસાર મોતીવાલાના બચાવમાં લંડનમાં સ્થિત પાકિસ્તાની હાઇકમિશન સામે આવી ગઇ છે. યુકેનાં વેલ્ટમિનિસ્ટર કોર્ટમાં જજને અપાયેલ લેટરમાં પાકિસ્તાની હાઇકમીશને જણાવ્યું કે, જાબીર મોતીવાલા એક સન્માનિત બિઝનેસમેન છે અને તેનું ડી કંપની સાથે કોઇ લેવા દેવા નથી. 

હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજી ઉપરાંત આ 6 પ્રાદેશિક ભાષામાં પણ મળી રહેશે 
ડી કંપનીના નેટવર્ક પર નજર રાખનારા એક અધિકારીએ Zee News ને જણાવ્યું કે, જાબિર મોતીવાલાની ધરપકડથી પાકિસ્તાનને ડર છે કે સમગ્ર વિશ્વની સામે પાકિસ્તાન દાઉદ ઇબ્રાહિમના મુદ્દે બેનકાબ થઇ શકે છે. પાકિસ્તાન અત્યાર સુધી દરેક વખત આ જ રાગ આલાપતું રહ્યું છે કે, દાઉબ પાકિસ્તાનમાં નથી. ભારત સરકાર અનેક વખત પાકિસ્તાનને દાઉદ પર પુરાવા સોંપી ચુક્યું છે, જો કે દરેક વખતે પાકિસ્તાન મના કરતું રહ્યું છે. 

HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'
એફબીઆઇના અનુસાર મોતીવાલા અમેરિકામાં ન માત્ર નશીલા પદાર્થોની તસ્કરી કરે છે પરંતુ તેઓ કાળાનાણાને સફેદ બનાવવાનાં કારોબારમાં પણ સંડોવાયેલ છે. મોતીવાલાને પોતાની જાળમાં ફસાવવા માટે એફબીઆઇએ હિરોઇનનો સોદો કર્યો હતો. સાથે જ મની લોન્ડ્રિંગ પર પણ મોતીવાલા પાસે મદદ માંગવામાં આવી હતી. અમેરિકી સરકારનાં વકીલે કોર્ટમાં કહી ચુક્યા છે કે મોતીવાલા અનેક વખથ પાકિસ્તાન ગયા છે અને ત્યાં જઇને તેઓ દાઉદના માટે અનેક બેઠકોમાં પણ કરતા રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news