મુંબઈઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક લિ. (PMC Bank)માં કૌભાંડમાં સૌ પ્રથમ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સારંગ વાધવાન અને રાકેશ વાધવાનની ધરપકડ કરી છે. પીએમસી બેન્કને દેવામાં ડુબાડનારા 44 બેન્ક એકાઉન્ટમાંથી 10 ખાતા હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) અને વાધવાન સાથે જોડાયેલા છે. આ 10 ખાતામાં એક સારંગ વાધવાન અને બીજું રાકેશ વાધવાનનું ખાનગી ખાતું છે. ગુરૂવારે આ બંનેને પુછપરછ માટે બોલાવાયા હતા. તપાસમાં સહયોગ ન આપતાં તેમની ધરપકડ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, પોલીસની FIR મુજબ બેન્કમાં રૂ.4355 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાડમાં HDILના 44 ખાતાને લોન આપવામાં આવી છે. ગોટાળો પકડાયા પછી માત્ર 10 ખાતાની તપાસ થઈ છે. 44 ખાતાની રકમ છુપાવા માટે 21,049 ડમી ખાતા બનાવાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આ 21,049 ડમી ખાતા બેન્કના CBS ખાતા સાથે લિન્ક કરાયા ન હતા. બેન્કના એડવાન્સ માસ્ટર ઈન્ડેન્ટ સોફ્ટવેરમાં 44 મોટા ખાતાના બદલે 21,049 ડમી ખાતા મળ્યા છે. HDIL દ્વારા આચરવામાં આવેલી નાણાકિય ગેરરીતિ બહાર આવ્યા પછી પોલીસ દ્વારા કંપનીના માલિકો સામે લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી, જેથી તેઓ દેશની બહાર ભાગી ન જાય. 


દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનમાં રાજસ્થાનના સ્ટેશનોએ મારી બાજી, જાણો કોણ છે પ્રથમ સ્થાને


44માંથી 10 ખાતાની તપાસમાં બાકીદાર કોણ?
નામ    બાકી રકમ(રકમ રૂ. કરોડમાં)
રાકેશ વધાવન                     1902.66
HDIL                                  1306.2
સોમરસેટ કન્સ્ટ્રક્શન                226.29
સર્વ ઓલ કન્સ્ટ્રક્શન               180.58
સેફાયર લેન્ડ ડેવલપમેન્ટ        136.54
એમરલ્ડ રિયલ્ટર્સ                   114.75
આવાસ ડેવલપર્સ                   133.01
સારંગ વધાવન                      128.65
પૃથ્વી રિયલ્ટર્સ                      104.44
સત્યમ રિયલ્ટર્સ                    122.34


અયોધ્યા કેસઃ વકીલની દલીલ, 'T-20 મેચની જેમ ચાલી રહી છે સુનાવણી', સુપ્રીમનો જવાબ.....


ગ્રાહકોને 10 હજારથી વધુ ઉપાડવાની છૂટ
પીએમસી બેન્ક તરફથી ગ્રાહકોને વધુ રાહત આપવામાં આવી છે. હવે ગ્રાહકો પીએમસી બેન્કના પોતાના ખાતામાંથી રૂ.10 હજારથી વધુ રકમ પણ ઉપાડી શકશે, પરંતુ તેના માટે તેમણે વિશેષ કારણ રજુ કરવાનું રહેશે. ગ્રાહક ગંભીર બિમારી, લગ્ન, અત્યંત અનિવાર્યમ મોટો ખર્ચ વગેરેની સ્થિતિમાં પીએમસી બેન્કની હાર્ડશિપ કમિટીને અરજી આપીને નાણાં ઉપાડી શકશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....