અયોધ્યા કેસઃ વકીલની દલીલ, 'T-20 મેચની જેમ ચાલી રહી છે સુનાવણી', સુપ્રીમનો જવાબ.....

સુશીલ જૈનની વાત સાંભળીને મુખ્ય ન્યાયાધિશ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, "તમે કેવી વાત કરો છો? અમે તમને 4-5 દિવસ સુધી વિગતવાર સાંભળ્યા છે, તેમ છતાં તમે આવી વાતો કરી રહ્યા છો." સીજેઆઈની નારાજગી પછી સુશીલ જૈને પોતાના નિવેદન મુદ્દે ખેદ વ્યક્ત કર્યું હતું. 

Updated By: Oct 3, 2019, 05:37 PM IST
અયોધ્યા કેસઃ વકીલની દલીલ, 'T-20 મેચની જેમ ચાલી રહી છે સુનાવણી', સુપ્રીમનો જવાબ.....

નવી દિલ્હીઃ થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ અયોધ્યા કેસના તમામ પક્ષકારોને 18 ઓક્ટોબર સુધી પોતાની દલીલો રજૂ કરવા જણાવ્યું હતું. આ પૃષ્ઠભુમિમાં મુસ્લિમ પક્ષની ચર્ચા પછી ગૂરૂવાર સાંજ સુધીમાં હિન્દુ પક્ષે જવાબ આપવાનો છે. આ કેસમાં 36મા દિવસની સુનાવણીમાં 20 મિનિટમાં હિન્દુ પક્ષકારોની દલીલો પુરી થયા પછી મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ નિર્મોહી અખાડાના વકીલને કહ્યું કે, તમારી પાસે દોઢ કલાકનો સમય છે. 

મુખ્ય ન્યાયાધિશ દ્વારા દોઢ કલાકનો સમય અપાતાં નિર્મોહી અખાડાના વકીલ સુશીલ જૈને કહ્યું કે, "અયોધ્યા કેસની સુનાવણી T-20 મેચની જેમ ચાલી રહી છે." સુશીલ જૈનની આ વાત સાંભળીને મુખ્ય ન્યાયાધિશ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, "તમે કેવી વાત કરો છો? અમે તમને 4-5 દિવસ સુધી વિગતવાર સાંભળ્યા છે, તેમ છતાં તમે આવી વાતો કરી રહ્યા છો." સીજેઆઈની નારાજગી પછી સુશીલ જૈને પોતાના નિવેદન મુદ્દે ખેદ વ્યક્ત કર્યું હતું. 

દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનમાં રાજસ્થાનના સ્ટેશનોએ મારી બાજી, જાણો કોણ છે પ્રથમ સ્થાને

હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદના વકીલ રંજીત કુમારને બોલવા માટે 5 મિનિટનો જ સમય મળ્યો હતો, જ્યારે રામલલાના વકીલ નરસિમ્હનને 15 મિનિટનો સમય મળ્યો હતો. રમલલાના વકીલે જણાવ્યું કે, પુરાતત્વ વિભાગના તમામ પુરાવા પઅ અમારા વિશ્વાસની પુષ્ટિ કરે છે. 

ત્યાર પછી સુપ્રીમ કોર્ટે સુશીલ જૈનને પુછ્યું હતું કે, તેમને દલીલો પુરી કરતાંક કેટલો સમય લાગશે? સુશીલ જૈને કહ્યું કે, હું કોર્ટની એક મિનિટ પણ નહીં બગાડું. નિર્મોહી અખાડાના વકીલે કહ્યું કે, 'આ કેસમાં અમે અત્યંત નબળા પક્ષકાર છીએ. હું જાણું છું કે, તમારી પાસે ચૂકાદો લખવાનો સમય નથી, પરંતુ મારી વાત સાંભળ્યા વગર તમારી વાત અધુરી રહેશે. કેમ કે, મારી વાત કબ્જા પર આધારિત છે.'

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....