નવી દિલ્હી: કોરોના  (Corona virus) મહામારી વિરુદ્ધ જંગમાં સરકાર વેક્સિનરૂપી હથિયાર સાથે બહુ જલદી મેદાનમાં ઉતરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ.હર્ષવર્ધને (Union Health Minister Dr Harsh Vardhan) કોરોના વેક્સિનની બ્લ્યુ પ્રિન્ટ અંગે જાણકારી આપી છે. તેમનું કહેવું છે કે આગામી વર્ષ સુધીમાં રસી તૈયાર થઈ જશે. કોરોનાની રસી માટે દુનિયાભરમાં પ્રયત્નો ચાલુ છે. અનેક દેશોએ રસી (Corona Vaccine) બનાવી લીધી હોવાના દાવા પણ કર્યા છે. પરંતુ હજુ સુધી કોઈ પણ રસીને વૈશ્વિક રીતે ઉપયોગમાં લેવાની મંજૂરી મળી નથી. આવામાં સ્વાસ્થ્યમંત્રીનો આ દાવો 130 કરોડ ભારતીયો માટે રાહતના સમાચાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona virus અને Currency પર RBI તરફથી આવ્યા અત્યંત ચિંતાજનક સમાચાર, સાવધાની નહીં રાખો તો પસ્તાશો


રાજ્યો જલદી મોકલી જાણકારી
ડૉ. હર્ષવર્ધને 'સંડે સંવાદ'માં કોવિડ રસીની બ્લ્યુ પ્રિન્ટ લોકો સમક્ષ રજુ કરી. તેમણે જણાવ્યું કે સરકારે 40-50 કરોડ કોવિડ-19 રસીના ડોઝના ઉપયોગની યોજના બનાવી છે. અમારો લક્ષ્યાંક જુલાઈ 2021 સુધીમાં 20-25 કરોડ લોકો સુધી રસી પહોંચાડવાનો છે. રાજ્યોને ઓક્ટોબરના અંત સુધીમાં પ્રાથમિકતાવાળા જનસમૂહોની જાણકારી મોકલવાની સલાહ અપાઈ છે. 


Corona, શરદી તથા ફ્લૂ વચ્ચે શું ફરક? ખાસ જાણો 


પ્રથમ નંબર સ્વાસ્થ્યકર્મીઓનો
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીના જણાવ્યા મુજબ COVID -19ની રસી આપવામાં સૌપ્રથમ પ્રાથમિકતા સ્વાસ્થ્યકર્મીઓને અપાશે. રસીની ખરીદી કેન્દ્ર સરકાર કરશે અને દરેક ખરીદીને ટ્રેક કરવામાં આવશે. ભારતીય રસી ઉત્પાદકોને પૂરેપૂરી સરકારી મદદ અપાઈ રહી છે. જો કે તેમણે કહ્યું કે ભારત COVID -19 હ્યુમન ચેલેન્જ ટ્રાયલમાં કામ કરવાની યોજના બનાવી રહ્યું નથી. સરકાર એ સુનિશ્ચિત કરશે કે રસી દરેકને ઉપલબ્ધ થાય. નોંધનીય છે કે ભારતમાં 3 રસી પર કામ ચાલે છે. જેમાંથી બે સ્વદેશી છે. આ ઉપરાંત અન્ય દેશોમાં વિક્સિત થનારી રસીઓ ઉપર પણ ભારત સરકારની નજર છે. 


15 ઓક્ટોબર પછી આ શરતો પર ખુલશે શાળાઓ, સરકારે બહાર પાડી માર્ગદર્શિકા


હર્ષવર્ધને કહ્યું કે 'આગલી હરોળના સ્વાસ્થ્યકર્મીઓની સૂચિમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના ડૉક્ટરો, નર્સ, પેરામેડિકલ કર્મીઓ, સ્વસ્છતાકર્મીઓ, આશા કાર્યકરો, નિગરાણી અધિકારી અને સંક્રમિત દર્દીઓની ભાળ મેળવવા, તેમની તપાસ કરવામાં અને તેમની સારવાર સાથે જોડાયેલા અન્ય કર્મીઓ પણ સામેલ થશે. સરકાર મોટા પાયે માનવ સંસાધન તૈયાર કરવામાં, તાલિમ, નિગરાણી અને અન્ય ચીજો માટે પણ કામ કરી રહી છે. જુલાઈ 2021 સુધીમાં લગભગ 20થી 25 કરોડ લોકો માટે 40-45 કરોડ (રસીના ડોઝ) ડોઝ પ્રાપ્ત કરવાનું અને તેનો ઉપયોગ કરવાનું અનુમાન છે.'


કોરોનાકાળમાં જે લોકોને ઘર બહારના 'ફોગટ ફેરા' કરવાની આદત હોય તે ખાસ વાંચે...


કાળાબજારી નહીં થાય
તેમણે એમ પણ કહ્યું કે સરકાર રસીઓ તૈયાર થઈ જાય પછી તેના નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વિતરણ સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીયસમિતિ પૂરી પ્રકિયાની રૂપરેખા તૈયાર કરી રહી છે. સંવાદ દરમિયાન એક વ્યક્તિની આશંકાઓને દૂર કરવાની કોશિશ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રસીની કાળાબજારી નહીં થાય. તેમણે કહ્યું કે રસી પૂર્વ નિર્ધારિત પ્રાથમિકતાના આધારે વિતરિત કરવામાં આવશે અને આ એક નિશ્ચિત કાર્યક્રમ મુજબ કરાશે. પારદર્શકતા, જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વિગતો આવનારા સમયમાં શેર કરવામાં આવશે. રશિયાની સ્પુતનિક-વી રસીના ભારતમાં ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ અંગે પૂછતા તેમણે સ્પષ્ટતા કરી કે આ વિષય વિચારાધિન છે અને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. 


બીજાની સરખામણીમાં સારી સ્થિતિ
કોરોનાની ગતિની વાત કરીએ તો ભલે દેશમાં કોરોનાના કેસ 65 લાખ પાર પહોંચી ગયા છે પરંતુ સારા સમાચાર એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ડૉ. હર્ષવર્ધનના જણાવ્યા મુજબ કોરોનાને કંટ્રોલ કરવાના મામલે ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ ઘણી સારી છે. દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોનો વધતો દર અને ઘટતા મૃત્યુ દર તેનું ઉદાહરણ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube