નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે બાબા રામદેવે એલોપેથી વિરુદ્ધ આપેલા નિવેદનની હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને નિંદા કરી છે. આ સાથે ડો. હર્ષવર્ધને પત્ર લખી વિવાદાસ્પદ નિવેદન પરત લેવાની માંગ કરી છે. આ પહેલા મેડિકલ એસોસિએશને પણ બાબા રામદેવના નિવેદનની આકરી નિંદા કરી અને માફી માંગવાની વાત કહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટર હર્ષવર્ધને ટ્વીટમાં બે લેટર ચિપકાવ્યા છે. આ સાથે તેમણે લખ્યુ કે, સંપૂર્ણ દેશવાસીઓ માટે COVID 19 વિરુદ્ધ દિવસરાત યુદ્ધરત ડોક્ટર તથા અન્ય સ્વાસ્થ્યકર્મીઓ દેવતુલ્ય છે. બાબા રામદેવના વ્યક્તવ્યએ કોરોનાના યોદ્ધાઓનું અપમાન કરી દેશભરની ભાવનાઓને ઠેંસ પહોંચાડી છે. મેં તેમને પત્ર લખી પોતાનું વિવાદાસ્પદ નિવેદન પરત લેવાનું કહ્યુ છે. 


કોરોના બાદ બાળકોને થઈ રહી છે આ ગંભીર બીમારી, ડોક્ટર પણ પરેશાન

આઈએમએએ દાખલ કરાવી ફરિયાદ
એલોપેથી દવાઓને લઈને રામદેવના નિવેદન પર દિલ્હી મેડિકલ એસોસિએશને શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસને આપેલી ફરિયાદની સાથે સોંપેલા એક નિવેદનમાં ડીએમએએ આરોપ લગાવ્યો કે, સંકટની આ ઘડીમાં દેશ મહામારી વિરુદ્ધ લડી રહ્યો છે, પોતાની અને પોતાના પરિવારના જીવ જોખમમાં મુકી રહ્યાં છે, જે સંશાધન છે, તેના બળ પર મુકાબલો કરી રહ્યાં છે. બાબા રામદેવ અંગત હિત માટે મેડિકલ સાયન્સ (ચિકિત્સા વિજ્ઞાન) અને મેડિકલ પ્રોફેશનના ધજાગરા ઉડાવ્યા છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube