Corona બાદ બાળકો થઈ રહ્યાં છે MIS-C સંક્રમિત? હાર્ટ, લિવર અને કિડની પ્રભાવિત થવાનો ખતરો
બાળ રોગ નિષ્ણાંત ડો. યોગેશે જણાવ્યુ કે આ સંક્રમણ (Covid-19) થવાના ચારથી છ સપ્તાહ બાદ થાય છે. ગુપ્તાએ કહ્યુ કે, એમઆઈએસ-સી કોવિડના મુકાબલે શરીરમાં બનેલ એન્ટીજનથી પ્રતિક્રિયાનું પરિણામ છે.
Trending Photos
નવી દિલ્હીઃ COVID-19 થી સાજા થઈ ચુકેલા બાળકોને થઈ રહેલી નવી બીમારીએ ચિંતા વધારી દીધી છે. કોવિડથી સાજા થયેલા બાળકોમાં 'મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ' (MIS-C) નવી ચિંતા બનીને સામે આવી છે. આ સિન્ડ્રોમમાં ઘણા અંગ પ્રભાવિત થાય છે અને સામાન્ય રીતે COVID-19 થી સંક્રમિત થવાના ઘણા સપ્તાહ બાદ તે જોવા મળ્યા છે.
આ અંગોને કરે છે પ્રભાવિત
કોરોના મહામારી (Coronavirus) થી સાજા થયેલા બાળકોમાં 'મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ' (MIS-C) થી સંક્રમિત થવાનો ખતરો ઉભો થઈ શકે છે. ફોર્ટિસ હેલ્થકેરમાં બાળરોગ નિષ્ણાંત ડો. યોગેશ કુમાર ગુપ્તાએ જણાવ્યુ કે, હું તે ન કહી શકું કે તે (એમઆઈએસ-સી) ખતરનાક છે કે તેનાથી જીવનને ખતરો છે પરંતુ ચોક્કસપણે કહીશ કે આ સંક્રમણ બાળકોને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. તે બાળકોના હ્રદય (Heart), લિવર (liver) અને કિડની (kidneys) ને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે.
કોરોનાના કેટલા દિવસ બાદ થાય છે આ સંક્રમણ?
બાળ રોગ નિષ્ણાંત ડો. યોગેશે જણાવ્યુ કે આ સંક્રમણ (Covid-19) થવાના ચારથી છ સપ્તાહ બાદ થાય છે. ગુપ્તાએ કહ્યુ કે, એમઆઈએસ-સી કોવિડના મુકાબલે શરીરમાં બનેલ એન્ટીજનથી પ્રતિક્રિયાનું પરિણામ છે. તેમણે કહ્યું- કોવિડ-19 સંક્રમણ એવું છે જેના વિશે આપણે ચિંતિત નથી કારણ કે મોટાભાગના કેસ સામાન્ય કે હળવા લક્ષણ વાળા હોય છે પરંતુ એકવાર આ સંક્રમણથી મુક્ત થવા પર બાળકોના શરીરમાં એન્ટીબોડી પેદા થાય છે, આ એન્ટીબોડી બાળકોના શરીરમાં પ્રતિક્રિયા કરે છે. તે તેના શરીરમાં એલર્જી કે પ્રતિક્રિયા જેવી હોય છે.
કોરોનાથી સાજા થયા બાદ ખતરો
ડો. ગુપ્તા પ્રમાણે એમઆઈએસ-સી બાળકોના હાર્ટ, લિવર અને કિડની જેવા અંગોને કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયા બાદ પ્રભાવિત કરે છે ન કોરોના દરમિયાન. તેમણે કહ્યું કે, અન્ય દેશોમાં કોરોના પિક પર હોવા બાદ એમઆઈએસ-સીનું Documentation કરવામાં આવ્યું છે. ગુપ્તાએ જણાવ્યું કે, પાછલા વર્ષે આવા ત્રણ કેસ સામે આવ્યા છે અને બીજી લહેર બાદ બે કેસ સામે આવ્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે કોરોના વાયરસની મહામારી પિક પર પહોંચ્યા બાદ એમઆઈએસ-સીના અન્ય કેસ સામે આવી શકે છે.
આગામી લહેર પહેલા સ્પષ્ટ થાય સ્થિતિ
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયામાં મહામારી નિષ્ણાંત તથા રાજ્ય કોવિડ-19 ટેકનીકલ સલાહકાર સમિતિના સભ્ય ડો. ગિરિધર આર. બાબૂ પ્રમાણે હોસ્પિટલના કેસથી વસ્તીના સ્તર પર અંદાજ લગાવવો યોગ્ય નથી. બાબૂએ કહ્યુ- પરંતુ MIS-C ના રિસર્ચના મહત્વને ઓછુ આંકી શકાય નહીં. જો ઓછા કેસ આવે છે તો પણ તપાસની જરૂર છે. આગામી લહેર પહેલા તેની સ્પષ્ટ સમજ હોવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે