નવી દિલ્હી: દેશમાં કોરોનાના ઓછા થતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલાયના (Health Ministry) સંયુક્ત સચિવ લગ અગ્રવાલે (lav Agarwal) શુક્રવારના કહ્યું કે, અમે 3 મેથી રિકવરી રેટમાં (Recovery Rate) વૃદ્ધિ જોઈ રહ્યા છીએ, જે અત્યારે 96 ટકા છે. તેમણે કહ્યું કે, અમે એક્ટિવ કેસમાં પણ ઘટાડો જોઈ રહ્યા છીએ. 11 જૂનથી 17 જૂન વચ્ચે 513 જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ (Positive Case) 5 ટકા થી ઓછા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ અગ્રવાલે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,48 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 11 દિવસથી એક લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના મામલે પીકમાં 85 ટકાનો ઘટાડો નોંધાયો છે. 


આ પણ વાંચો:- વેક્સીન માટે સ્લોટ બુકિંગનું ટેન્શન દૂર, CoWIN સાથે જોડાઈ નવી 91 Apps


તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7,98,656 થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં એક્ટિવ કેસમાં 1,14,000 નો ઘટાડો આવ્યો છે. દરરોજ લગભગ 18.4 લાખ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube