Corona Vaccination: વેક્સીન માટે સ્લોટ બુકિંગનું ટેન્શન દૂર, CoWIN સાથે જોડાઈ નવી 91 Apps

વેક્સીનેશન (Corona Vaccination) સ્લોટ બુકિંગને લગતા સારા સમાચાર છે. CoWIN પોર્ટલ પર વધુ 91 એપ્લિકેશન-વેબસાઇટ (portal-apps) ઉમેરવામાં આવી છે

Updated By: Jun 18, 2021, 04:58 PM IST
Corona Vaccination: વેક્સીન માટે સ્લોટ બુકિંગનું ટેન્શન દૂર, CoWIN સાથે જોડાઈ નવી 91 Apps

નવી દિલ્હી: વેક્સીનેશન (Corona Vaccination) સ્લોટ બુકિંગને લગતા સારા સમાચાર છે. CoWIN પોર્ટલ પર વધુ 91 એપ્લિકેશન-વેબસાઇટ (portal-apps) ઉમેરવામાં આવી છે. આને લીધે હવે નવી 91 એપ્લિકેશન-વેબસાઇટ પર વેક્સીનેશન સ્લોટ બુકિંગ (Vaccination slot booking) પણ કરી શકાશે.

CoWIN નાં ચેરમેન R.S. Sharma એ કહ્યું કે હવે કોઈન પોર્ટલ, આરોગ્ય સેતુ અને ઉમંગ APP સિવાય કોવિન સાથે 91 નવી એપ્લિકેશનો અને વેબસાઇટ્સને એકીકૃત કરવામાં આવી છે. દસ રાજ્ય સરકારોના બુકિંગ પ્લેટફોર્મ પણ કોવિન સાથે જોડાયેલા છે. હવે આ રાજ્ય સરકારોના પ્લેટફોર્મમાં પણ રસીના સ્લોટ બુક કરાવી શકાય છે.

આ પણ વાંચો:- Reliance Jio નો સૌથી નવો પ્લાન જોયો તમે? અનલિમિટેડ ડેટા સાથે નથી કોઈ Daily Limit

આ સાથે, પેટીએમ, મેક્સ હેલ્થકેર, ઈન્ડિગો પણ કોવિન સાથે જોડાયા છે. આ સિવાય Max Health Care, Dr Reddys, Make My Trip, Indigo સહિતના અન્ય ખાનગી પ્લેટફોર્મ પણ CoWIN સાથે integrate કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube