નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં 76.7 ટકા કોરોનાના કુલ સક્રિય કેસોમાં આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કેરલ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી છે. છેલ્લા 45 દિવસમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર કેન્દ્ર સરકારે તત્કાલ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધુ છે. આઈસીયૂના બેડમાં વધારો થયો છે. દરરોજ કોરોના ટેસ્ટની તપાસ પણ વધારવામાં આવી છે, જે 1થી 1.2 લાખ સુધી છે. શારીરિક અંતરનું પાલન કરતા શંકાસ્પદ દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે. 


બરાક ઓબામાને ભારત પ્રત્યે આકર્ષણ, જેની પાછળનું મુખ્ય કારણ છે આ એક વ્યક્તિ 

તેમણે કહ્યું કે, જૂન બાદ કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. ઓગસ્ટના મધ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબરના મહિનામાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો આવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે છેલ્લા 48 કલાકમાં કોરોનાના ઓછા કેસ જોવા મળ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube