નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) શુક્રવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસી (Covid vaccine) નો ડોઝ 18 કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. રાત્રે આઠ વાગ્યા સુધી દેશમાં કોવિડની આપવાની કુલ સંખ્યા 18,04,29,261 છે. કોવિડ-19 રસીકરણ અભિયાને સફળતાપૂર્વક 118 દિવસ પૂરા કર્યા છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગપૂર્ણ પ્રયાસોથી કુલ 18 કરોડ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. રસીકરણના 18 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી ભારત (India) સૌથી ઝડપથી એટલે કે 114 દિવસમાં પહોંચી ગયું છે. USAને આટલી સંખ્યામાં રસીના ડોઝ આપવામાં 115 દિવસ જ્યારે ચીન (China) ને 119 દિવસ લાગ્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહામારીમાં પણ ફાયદો શોધી રહ્યું છે ચીન, ભારતમાં મોંઘા સામાનની સપ્લાઇ પર આપ્યો તર્ક


અત્યાર સુધીમાં 18,04,29,261 આપવામાં આવેલા કોવિડ રસી (Covid vaccine) ના ડોઝમાંથી 96,27,199 સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તથા 66,21,675 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટ વોરિયર્સ 1,43,63,754 કર્મચારીઓને પ્રથમ ડોઝ તથા 81,48,757 લાખ કર્મચારીઓને બીજો ડોઝ મળી ચૂક્યો છે. મંત્રાલયે કહ્યું કે 18-44 વર્ષના કુલ 42,55,362 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 


‘કોવિડ-19 (Covid 19) રસીકરણની ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિ’નો અમલ 1 મે 2021ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઉપલબ્ધ ડોઝમાંથી 50% જથ્થો ભારત સરકારની ચેનલ મારફતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે આપવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે જ્યારે બાકી રહેલો 50% જથ્થો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો સીધા જ રસીના ઉત્પાદક પાસેથી ખરીદી શકશે.

એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ


ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના પુરવઠાની ફાળવણી તેમની વપરાશની રૂપરેખા અને આગામી પખવાડિયામાં બીજા ડોઝના લાભાર્થીઓના ભારણના આધારે નક્કી કરવામાં આવે છે. 16થી 31 મે 2021 સુધીના પખવાડિયા દરમિયાન કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિશિલ્ડ અને કોવેક્સિનના 191.99 લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. આમાં કોવિશિલ્ડના 162.5 લાખ ડોઝ અને કોવેક્સિનના 29.49 લાખ ડોઝ સામેલ રહેશે.


આ ફાળવણી માટેનું ડિલિવરી શેડ્યૂલ અગાઉથી બધાને આપી દેવામાં આવ્યું છે. રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે, સંબંધિત અધિકારીઓ તેમને ફાળવવામાં આવેલા ડોઝનો વ્યવહારુ અને ઉચિત ઉપયોગ સુનિશ્ચિત કરે અને રસીનો બગાડ શક્ય એટલો ઓછા થાય તેના પર ધ્યાન આપે.

શાહરૂખને પહેલીવાર જોતાં જ જૂહી ચાવલાએ મચકોડ્યું હતું મોઢું, આ હતું કારણ


ભારત સરકાર દ્વારા 15 દિવસ અગાઉથી જ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વિનામૂલ્યે રસીના જથ્થા વિશે આગોતરી જાણ કરવાનો મૂળ ઉદ્દેશ તેઓ વિનામૂલ્યે પ્રાપ્ત થનારા આ ડોઝના ઉચિત અને શ્રેષ્ઠતમ ઉપયોગ માટે પોતાના તરફથી પૂર્વતૈયારીનું પ્લાનિંગ કરી શકે તે માટેનો છે. 


વિનામૂલ્યે મળનારા આ ડોઝ 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, HCW અને FLW માટે છે. 1થી 15 મે 2021 સુધીના અગાઉના પખવાડિયામાં કેન્દ્ર સરકારે રાજ્યોને કુલ 1.7 કરોડ રસીના ડોઝ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત, રાજ્યો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધી ખરીદી માટે કુલ 4.39 કરોડથી વધારે ડોઝનો જથ્થો મે 2021માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube