Health ministry: કોરોનાની બીજી લહેર હજુ યથાવત, તહેવારોમાં રાખવી પડશે ખૂબ સાવધાની
સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું કે `દેશમાં અત્યારે કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) યથાવત છે. આગામી મહિનામાં તહેવારોને જોતાં તમામને સાવધાની રાખવી પડશે.
નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. ગત બે દિવસોમાં નવા સંક્રમિતોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. તેને લઇને ગુરૂવારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જાણકારી આપતાં સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું કે 'દેશમાં અત્યારે કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) યથાવત છે. આગામી મહિનામાં તહેવારોને જોતાં તમામને સાવધાની રાખવી પડશે.
રાજીવ ભૂષણે કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 46,000 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 58 ટકા કેસ કેરલથી સામે આવ્યા. બાકી રાજ્યોમાંથી અત્યારે પણ ઘટાડાનો ટ્રેંડ જોવા મળી રહ્યો છે.
તેમણે કહ્યું કેરલ (Kerala) માં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 10,000 થી 1 લાખ સક્રિય કેસ છે. કેરલનું યોગદાન 51%, મહારાષ્ટ્ર 16% અને બાકી ત્રણ રાજ્યોનું યોગદાન દેશના 4-5 % કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) જણાવ્યું કે ગત 24 કલાકમાં દેશમાં વેક્સીનના 80 ટકા ડોઝ આપવામાં આવ્યા. જેમકે અમે કહીએ છીએ કે આજ સુધી 47 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. અમે અત્યાર સુધી 46.69 કરોડ લોકોને દેશભરમાં કોવિડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપ્યો છે તેમાંથી 13.70 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.
Covid-19: ત્રીજી લહેરના ભણકારા! સરકારે જાહેર કરી નવી Travel Advisory
દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.
46 હજારથી વધુ નવા કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 46,164 નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસની સંખ્યા 3,25,58,530 થઈ છે. હાલ દેશમાં 3,33,725 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં જો કે 34,159 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,17,88,440 પર પહોંચી છે.
Corona વિરૂદ્ધની લડાઇમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આ મહિનાથી બાળકોને પણ લાગશે વેક્સીન!
મૃત્યુઆંક પણ વધ્યો
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 607 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 436365 પર પહોંચ્યો છે. કોરોનાને નાથવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં 60,38,46,475 લોકોને રસીના ડોઝ અપાયા છે. જેમાંથી 80,40,407 ડોઝ ગઈ કાલે અપાયા હતા.
2 દિવસમાં લગભગ બમણા થયા કેસ
છેલ્લા 2 દિવસમાં ભારતમાં કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થયેલો જોવા મળ્યો છે. 24 ઓગસ્ટના રોજ દેશભરમાં 25467 નવા કેસ નોંધાયા હતા. જે આજે 26 ઓગસ્ટના રોજ નોંધાયેલા આંકડા કરતા 21 હજાર જેટલા ઓછા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ બુધવારે 25 ઓગસ્ટના રોજ 37593 કેસ નોંધાયા હતા અને આજે 26 ઓગસ્ટે આ આંકડો હવે 46,164 પર પહોંચી ગયો છે.
Corona Update: 1 દિવસમાં વધ્યા 10 હજારથી વધુ કેસ, ત્રીજી લહેરની ઘંટી વાગી?
કેરળમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે કેસ
કેરળ (Kerala) માં છેલ્લા 24 કલાકમાં 31,445 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મંગળવારે રાજ્યમાં 24,296 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કેરળમાં સંક્રમણની વધતી ઝડપે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધારી દીધી છે. તજજ્ઞો પહેલેથી જ અલર્ટ કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. જેની ઝપેટમાં સૌથી વધુ બાળકો આવે તેવી આશંકા વધુ છે.
મંગળવારે 24,296 કેસ પણ મે પછી પહેલીવાર સૌથી વધુ નોંધાયેલા કેસ ગણાવાઈ રહ્યા હતા. 26મી મેના રોજ એવું બીજીવાર બન્યું કે કેસની સંખ્યા 24 હજારને પાર કરી ગઈ. 26મે રોજ 28,798 કેસ નોંધાયા હતા. કેરળમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ 19.03% રહ્યો એટલે કે 100માંથી લગભગ 20 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. કેરળમાં એક દિવસમાં 31,445 નવા કેસ નોંધાયા છે જ્યારે 215 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube