Corona વિરૂદ્ધની લડાઇમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આ મહિનાથી બાળકોને પણ લાગશે વેક્સીન!
કોરોના (Corona) ના વિરૂદ્ધ લડાઇમાં મોટી બઢત મેળવી લીધી છે. દેશમાં 12 વર્ષ અને તેનાથી ઉપરના બાળકોને પણ હવે જલદી જ કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવવામાં આવશે. ઓક્ટોબરના પહેલાં અઠવાડિયાથી આ એઝ ગ્રુપના બાળકોને વેક્સીન લગાવવાની યોજના છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના (Corona) ના વિરૂદ્ધ લડાઇમાં મોટી બઢત મેળવી લીધી છે. દેશમાં 12 વર્ષ અને તેનાથી ઉપરના બાળકોને પણ હવે જલદી જ કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવવામાં આવશે. ઓક્ટોબરના પહેલાં અઠવાડિયાથી આ એઝ ગ્રુપના બાળકોને વેક્સીન લગાવવાની યોજના છે.
સૌથી પહેલાં આ બાળકોને મળશે રસી
સૌથી પહેલાં તે બાળકોને વેક્સીન (Corona Vaccine) લગાવવામાં આવશે જે કોઇ ગંભીર બિમારી સાથે ઝઝૂમી રહ્યા છે. દેશમાં 12 વર્ષથી 17 વર્ષની ઉંમરના લગભગ 12 કરોડ બાળકો છે. કોવિડ વર્કિંગ ગ્રુપએ કહ્યું કે બાળકોના માનસિક અને શારિરિક વિકાસ માટે સ્કૂલ ખોલી દેવી જોઇએ. આ જરૂરિયાત અંતગર્ત જલદી જ વેક્સીનેટ કરવાની તૈયારી છે.
ટીચર્સ ડે પહેલાં તમામ શિક્ષકોનું રસીકરણ!
બીજી તરફ સરકાર તરફથી સ્કૂલના શિક્ષકોની પ્રાથમિકતાના આધારે રસીકરણ કરાવવાનો નિર્ણય કર્યો છે. કેંદ્રીય શિક્ષણ મંત્રી ધમેન્દ્ર પ્રધાને સ્કૂલોના શિક્ષકોને રસીકરણમાં પ્રાથમિકતા આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) નો આભાર વ્યક્ત કર્યો છે. સરકારે નિર્ણય કર્યો છે, આગામી શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર પહેલાં તમામ સ્કૂલોના શિક્ષકોને રસીકરણમાં પ્રાથમિકતા આપવા માટે દર મહિને રાજ્યોને મળનાર રસી ઉપરાંત વધારાના 2 કરોડ રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લગભગ તમામ રાજ્યોમાં ખુલી રહી છે સ્કૂલ
ઝડપથી થઇ રહેલા અનલોક વચ્ચે લગભગ તમામ રાજ્યોમાં સ્કૂલો પણ ખોલવામાં આવી રહી છે. તેને જોતાં સરકાર બાળકોને જલદીથી જલદી વેક્સીનેટ કરવાની યોજના પર કામ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં ધોરણ 6 ની તમામ સ્કૂલો ખોલી દેવામાં અવી છે. આ દરમિયાન ડીડીએમએ દ્વારા ગઠિત વિશેષજ્ઞોની એક સમિતિએ રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સ્કૂલોને તબક્કાવાર ફરીથી ખોલવાની ભલામણ કરી છે. રિપોર્ટમાં સમિતિને ભલામણ કરી છે કે સ્કૂલોને તમામ ધોરણ માટે ફરીથી ખોલલી જોઇએ પરંતુ પહેલા તબક્કામાં સીનિયર ક્લાસીસના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે અને ત્યારબાદ મીડિયમ ક્લાસના બાળકોને અને અંતે પ્રાઇમરી ક્લાસના બાળકોને સ્કૂલ બોલાવવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે