લગ્નજીવનમાં શારીરિક સંબંધ (Sex)નું પણ પોતાનું એક આગવું મહત્વ છે. સેક્સના નામથી જો ચીતરી ચઢતી હોય કે સૂગ આવતી હોય તો તમારે આ વાત જાણવી ખુબ જરૂરી છે. સપ્તાહમાં સમયાંતરે પાર્ટનર સાથે સંબંધ બાંધવાથી અનેક બીમારીઓમાંથી મુક્તિ મળે છે અને મૂડ તો સારો થાય તે અલગ. આવો જાણીએ હેલ્ધી સેક્સ લાઈફના ફાયદા અંગે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વજન ઓછુ થાય છે
જો તમે તમારી ફિટનેસ પ્રત્યે સચેત હોવ તો તમારે જાણવું જોઈએ કે કોઈ સેક્સ એ કોઈ વર્કઆઉટથી જરાય કમ નતી. સેક્સ કરવાથી બોડીને શેપમાં રાખવામાં મદદ મળે છે. નિયમિત સેક્સ કરવાથી કમરની ચરબી ઓછી થાય છે. લગભગ અડધો કલાક સેક્સથી 80થી વધુ કેલરી બળે છે. 


2. માથાના દુ:ખાવામાં આરામ
માથાના દુ:ખાવાનો હવાલો આપીને જો લવમેકિંગથી બચતા હોવ તો આમ કરવાનું બંધ કરવું જોઈએ. કારણ કે જ્યારે ઓર્ગિઝમ પર પહોંચો છો ત્યારે શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ઘણુ વધી જાય છે. જે શરીરમાં અનેક પ્રકારના દુ:ખાવાને દુર કરે છે. 


Tips: વજન ઉતારવા માટે અક્સિર છે જીરાનું પાણી, ફાયદા જાણીને આજે જ પીવાનું શરૂ કરી દેશો


3. ઈમ્યુન સિસ્ટમ સારી થાય છે
નિયમિત સેક્સથી બોડીની ઈમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે. તેનાથી તમારું શરીર સામાન્ય બીમારીઓને પહોંચી વળવા માટે સક્ષમ બને છે. જેમ કે સામાન્ય શરદી, ખાસી, તાવ વગેરે. 


4. હ્રદય સ્વસ્થ રહે છે
એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે સેક્સના મામલે એક્ટિવ પુરુષોને હાર્ટ એટેકનું જોકમ ઓછું રહે છે. સપ્તાહમાં ઓછામાં ઓછું 2 વાર સેક્સ કરનારા લોકો મહિનામાં એક વાર સેક્સ કરનારા લોકોની સરખામણીએ હાર્ટ એટેકનું જોખમ ઓછુ જોવા મળ્યું. હવે જરા વિચારો કે જો તમે દરરોજ સેક્સ કરશો તો આ જોખમ હજુ વધુ ઓછું થશે. 


5. સારી ઊંઘ
સેક્સ બાદ ઊંઘ સારી આવે છે. બીજા દિવસે ઊઠો તો રિલેક્સ ફિલ કરો છો અને તમારા કામને વધુ સારી રીતે કરી શકો છો. આ ઉપરાંત તમે પોઝિટીવ ફીલ કરો છો. કેલેરી બર્ન થવાથી તમારો મૂડ સારો થતા તણાવ પણ ઓછો રહે છે. જેનાથી તમે સારી ઊંઘ મેળવી શકો છો. 


હેલ્થના વધુ લેખ વાંચવા માટે કરો ક્લિક...