માર્ચ મહિનાના હજુ તો 10 દિવસ જ વીત્યા છે ત્યાં કેરળમાં ભીષણ ગરમીનો દોર શરૂ થઈ ગયો છે. થોડા મહિના પહેલા ભારે વરસાદ ઝેલી ચૂકેલા કેરળના કેટલાક ભાગોમાં તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. જેના કારણે લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુરુવારે તૈયાર કરેલા એક રિપોર્ટમાં કહ્યું કે દક્ષિણ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ઓથોરિટીનું માનીએ તો આટલું તાપમાન વધી જવું એ જોખમી છે. કારણ કે આવનારા સમયમાં તેના કારણે ગંભીર બીમારીઓ અને હીટ સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી શકે છે. 


એજન્સીના જણાવ્યાં મુજબ કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના દક્ષિણ ભાગ અને અલપ્પુઝા,કોટ્ટાયમ, કન્નૂર જિલ્લાઓના કેટલાક ભાગોમાં 54 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, કોઝિકોડ, અને કન્નુરમાં ગુરુવારે 45થી 54 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું. KSDMA ના જણાવ્યાં મુજબ આ જગ્યાઓ પર લાંબા સમય સુધી હીટ સ્ટ્રોક થઈ શકે છે. 


પૂર્વ અગ્નિવીરોને BSF ભરતીમાં 10 ટકા અનામત મળશે, ઉંમર મર્યાદામાં પણ છૂટ


કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચે શું અંતર? જાણો બંનેમાંથી કોણ વધુ જોખમી


કોર્ટે પતિને ફટકાર લગાવી, લગ્ન કર્યા છે તો પછીની જવાબદારીઓ ઉઠાવવા માટે પણ તૈયાર રહો


કાસરગોડ,કોઝિકોડ, મલપ્પુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અને એર્નાકુલમમાં 40-45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે. જ્યારે ડઈડુક્કી અને વાયનાડના પહાડી ભાગોમાં તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું છે. આ વર્ષે અત્યાર સુધી પલક્કડમાં ગરમીનો પ્રકોપ થોડો ઓછો છે. કારણ કે અહીં તાપમાન 30થી 40 ડિગ્રી આજુબાજુ છે. ઈડુક્કી જિલ્લો પણ આ કેટેગરીમાં છે. અહીં તાપમાનનું આ જ સ્તર છે. 


જો કે તિરુવનંતપુરમમાં સ્થિત IMD ના અધિકારીઓએ આ રિપોર્ટ પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ભલામણ કરી છે કે તેઓ બહાર જતી વખતે વધારાની સાવધાની વર્તે અને પોતાને તેજ ગરમીથી બચાવવા માટે સારી રીતે હાઈડ્રેટ કરે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube