ઉત્તર ભારતમાં ગરમી અને લૂ બની જીવલેણ, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના મોત
ભારતના અનેક રાજ્યોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ભીષણ ગરમી અને લૂને કારણે લોકો જીવ ગુમાવી રહ્યાં છે. ઉત્તર ભારતમાં દિલ્હી, નોએડા, બિહારમાં ગરમીને કારણે લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં આ વર્ષે ગરમીએ કાળો કહેર મચાવ્યો છે... જેમાં ભીષણ ગરમી અને લૂના કારણે આ વર્ષે ભારતનાં રાજ્યોમાં લોકોનાં મોત થઈ રહ્યા છે.... તો મક્કામાં ગરમીના કારણે 577 હજયાત્રીઓનાં કરૂણ મોત થયા છે.... ત્યારે આ વર્ષે ગરમી કેમ બની ગઈ છે જીવલેણ?... હીટ સ્ટ્રોકથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ?.... જોઈશું આ અહેવાલમાં....
ગરમીને કારણે મોતના આંકડા
નોએડામાં 24 કલાકની અંદર 14 લોકોનાં મોત
બિહારમાં 24 કલાકમાં 22થી વધુ લોકોનાં મોત
બુંદેલખંડમાં 24 કલાકની અંદર 21 લોકોનાં મોત
નવી દિલ્લીમાં 2 દિવસમાં 7 લોકોનાં મોત
આ તમામ લોકોનાં મોત કાતિલ ગરમીના કારણે થયા છે.... મે મહિનામાં ભીષણ ગરમી બાદ આશા હતી કે જૂન મહિનામાં ગરમીમાં થોડી રાહત મળશે.... પરંતુ જૂન મહિનામાં પણ આકાશમાંથી અગનગોળા લોકોના જીવ પર કાળ બનીને ત્રાટકી રહ્યા છે..
આ પણ વાંચોઃ 40 લાખનું બાથટબ, 500 કરોડના વૈભવી બંગલાને લઈને વિવાદમાં આવ્યા જગનમોહન રેડ્ડી
ભારતના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ગયું છે... જ્યારે અનેક રાજ્યોમાં હજુ પણ કાતિલ ગરમી પડી રહી છે..... જેના કારણે દિવસે રસ્તાઓ અગનભઠ્ઠીમાં ફેરવાઈ રહ્યા છે... તો રાત્રિ દરમિયાન પણ વાતાવરણ એકદમ ગરમ રહે છે... જેથી એવું લાગી રહ્યું છે કે મોસમ આ વખતે માણસોની અગ્નિપરીક્ષા લઈ રહ્યું છે....
રાજધાની નવી દિલ્લીમાં લોકો છેલ્લાં 14 વર્ષમાં સૌથી વધારે લાંબા સમય સુધી ચાલનારી ગરમી અને લૂનો સામનો કરી રહ્યા છે.... જૂન મહિનાના 19 દિવસમાં નવી દિલ્લીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.... હવામાન વિભાગનું માનીએ તો 2011 પછી નવી દિલ્લીમાં પહેલીવાર આવી સ્થિતિ જોવા મળી રહી છે.... 2021માં નવી દિલ્લીમાં માત્ર 3 દિવસ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો....
હીટ સ્ટ્રોકના કારણે આ વર્ષે અનેક લોકોનાં મોત થયા છે.... ત્યારે ડોક્ટરની સલાહ માનવી જરૂરી છે.... નહીં તો તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હજુ ગરમીનો કહેર ઓછો થાય તેવું લાગતું નથી... ત્યારે સાવધાની જ તમારી સલામતી છે.