આજથી 3 દિવસ સુધી આ રાજ્યના લોકોએ રહેવું પડશે સતર્ક, ભીષણ ગરમી સાથે ચાલશે લૂ
દેશમાં છેલ્લા 15 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, એક અઠવાડિયું મોડું રહેલું દક્ષિણ પશ્ચિમ ચોમાસું શનિવારે કેરળના દરયાકિનારે પહોંચી ચુક્યું છે, પરંતુ ઉત્તર ભારતમાં ગરમી ઘટવાનું નામ લેતી નથી
નવી દિલ્હીઃ ઉત્તર અને મધ્ય ભારતના લોકોને ગરમીમાંથી છુટકારો મળવાની હજુ કોઈ સંભાવના દેખાતી નથી. હવામાન ખાતાની આગાહી મુજબ આજથી આગામી 3 દિવસ સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં ભીષણ લૂ ચાલશે. સાથે જ ગરમીનો પ્રકોપ વધશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે અને આગામી બે દિવસ સુધી દિલ્હીના લોકોને ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી.
શનિવારે ભારતીય હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, દિલ્હીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન ખાતા અનુસાર જો તાપમાન સતત બે દિવસ સુધી 45 ડિગ્રી સુધી રહે તો લૂ ચાલવાની સ્થિતિની જાહેરાત કરવામાં આવે છે. અને જો તાપમાન સતત બે દિવસ સુધી 47 ડિગ્રી રહે તો તેને ગંભીર લૂની સ્થિતિ કહેવા છે.
ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસું, રવિવારે રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં પણ ગરમીનો કહેર જારી
શનિવારે ગુજરાતમાં રાજ્યના પાટનગર ગાંધીનગર અને સુરેન્દ્ર નગરમાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત, રાજ્યના અનેક શહેરોમાં પારો 42-44 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જેના કારણે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. આજે શનિવારે અમદાવાદમાં પારો 45 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
[[{"fid":"219289","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
13 જુને આવશે ગુજરાતમાં વરસાદ
ચોમાસું નજીક આવતા ગઇકાલથી રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 13 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થઇ શકે છે. કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. જેમાં નવસારી-વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઇ છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ગરમીથી રાહત મળી હતી.
જૂઓ LIVE TV...