ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસું, આવતીકાલે રેડ એલર્ટની આગાહી
કેરળ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. ત્યારે ગઇકાલથી રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે.
Trending Photos
અમદાવાદ: કેરળ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. ત્યારે ગઇકાલથી રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. તો બીજી બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલે તાપમાનનો પારો 45થી વધુ જઇ શકે છે. જેને લઇ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે.
ચોમાસું નજીક આવતા ગઇકાલથી રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર રાજ્યમાં 13 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થઇ શકે છે. ત્યારે કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. જેમાં નવસારી-વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઇ છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ગરમીથી રાહતની લાગણી જોવા મળી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ગરમી મામલે ચેતવણી આપવામાં આવી છે. આવતીકાલે તાપમાનનો પારો 45થી વધુ જઇ શકે છે. જેને લઇને હેલ્થ વિભાગ દ્વારા રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઇકાલે રાજ્યના સૌથી ગરમ શહેર સાથે સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધયું હતું.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
છેલ્લા વર્ષ કરતા આ વર્ષે ગરમીનો પારો વધારે હોવાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાક અને પાણી જેવી સમસ્યાઓથી લોકો પીડાયા છે. ઉપરાંત ગરમીના કારણે કેટલીક મોતની ઘટનાઓ પણ સામે આવી હતી. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે. આ વખતે ચોમાસું સારૂ અને લાંબુ રહેશે. જેથી દેશવાસીઓ ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે