નવી દિલ્હી: દેશના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. મંગળવાર મોડી રાત્રે દેશના મોટાભાગના શહેરોમાં ભારે પવન અને વરસાદની સાથે કરા પડ્યા હતા. રાજસ્થાનમાં વાવાઝોડાના કારણે 9 લોકોના મોત થયા છે. જ્યારે મધ્ય પ્રદેશમાં 13 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર, દેશભરમાં વાવાઝોડાથી 39 લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવાર બાદ બુધવારે પણ મોસમ વિભાગને દેશના ઘણા ભાગમાં વાવાઝોડાને અલર્ટ જાહેર કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગુજરાત: વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર આપશે 2 લાખની સહાય


પ્રધાનમંત્રી મોદીની રેલી માટે લગાવેલા ટેન્ટ ઉડ્યા
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં 17 એપ્રિલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી માટે લગાવેલા ટેન્ટનો એક ભાગ વાવાઝોડાના કારણે તુટી ગયો હતો. સ્થાનીક ભાજપ નેતાઓએ જણાવ્યું કે, ટેન્ટનો થોડો ભાગ ઉડી ગયો કે ફાટી ગયો હતો. તેમણે કહ્યું કે લોકોને ગરમી ના લાગે અને સ્ટેજ પર નેતાઓને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઘટના સમયે ગુજરાતના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા તૈયારીઓનું નિરિક્ષણ કરી રહ્યાં હતા.


વધુમાં વાંચો: ચેતીને રહેજો, હજી પણ વાતાવરણ ખરાબ રહેવાની આગાહી


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...