નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના અનેક ભાગમાં અને ઉત્તરાખંડમાં પડી રહેલા મૂશળાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ બંને રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધી 11નાં મોત થયા છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના કારણે અસંખ્ય લોકો લાપતા થઈ ગયા છે. હિમચાલના શિમાલમાં સૌથી વધુ 7 મોત થયા  છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હથનીકુંડ બેરેજમાંથી છોડ્યું 7 લાખ 60 હજાર ક્યુસેક પાણી
યમુનાનગર હથનીકુંટ બેરેજમાંથી 7 લાખ 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ બાજુ પર્વતો પર પડી રહેલા ધોધમાર વરસાદના કારણે યમુનાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તંત્રએ યમુના નદીના કિનારે આવેલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. સિંચાઈ વિભાગે ભારે પૂર આવવાની આગાહી કરી છે. યમુનાનું પાણી 72 કલાક પછી દિલ્હી પહોંચશે. એટલે દિલ્હીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે. 


સમગ્ર ઉત્તર ભારતમાં 2 દિવસ ભારે વરસાદનું અલર્ટ, હિમાચલમાં NH-3 સહિત 323 રસ્તા બંધ 


હિમાચલના કુલ્લુમાં ખરાબ હવામાનના કારણે તમામ સરકારી અને બિનસરકારી શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાના આદેશ અપાયા છે. કુલ્લુમાં વરસાદના કારણે 16 ઘર પડી ગયા છે અને 2 લોકોનાં મોત થયા છે. કુલ્લુ જિલ્લાના 60 રસ્તા અત્યારે સંપૂર્ણ બંધ છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...