અમદાવાદ : શનિવારે - રવિવારે વહેલી સવારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જો કે આ વરસાદ કેટલાક સ્થળો પર ધોધમાર તો ક્યાંય જરમર પડ્યો હતો. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગામી ચાર દિવસમાં ચોમાસું સક્રિય રીતે આગળ વધવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે હવામન વિભાગની આગાહીનાં પગલે સરકાર દ્વારા તમામ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યની તમામ ઇમરજન્સી સેવાઓને સતર્ક રહેવા અને NDRFને કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે જણાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં આ શક્યતાઓ વધારે પ્રબળ હોવાનું જણાવ્યું છે. 

કંટ્રોલ રૂમ દ્વારા તમામ જિલ્લાઓનું સંકલન ચાલુ કરી દેવામાં આવ્યું છે. તમામ જિલ્લાનાં વહીવટી તંત્રોને સતર્ક રહેવા માટેની સુચના આપી દેવાઇ છે. NDRFની ટીમને પણ સતર્ક અને તૈયાર રહેવા માટેની સુચના અપાઇ છે. હાલ ગુજરાતમાં એનડીઆરએફની 10 ટીમ છે. જેમાં વડોદરા ખાતે 4, સુરત અને અમરેલીમાં 1-1, ગાંધીનગરમાં 3, હિંમતનગરમાં એક ટીમ રહેલી છે.