કુલ્લૂ: હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં બુધવારે રાતથી ભારે હિમવર્ષા થઇ રહી છે. એક તરફ ખુશનુમા વાતાવરણ થઇ ગયું છે તો બીજી તરફ પ્રવાસીઓ ફસાયા છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર, હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લાના ગુલાબા એરિયામાં ભારે હિમવર્ષાને લીધે આસામથી આવેલા 48 વિદ્યાર્થીઓ પસાયા છે. ગુરૂવારે 'ટીમ રેપ્ટર્સ'એ આ વિદ્યાર્થીને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 અઠવાડિયા બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો ભાવ


તમને જણાવી દઇએ કે હિમાચલ પ્રદેશના યુવાનો દ્વારા બનાવવામાં આવેલી 'ટીમ રેપ્ટર્સ' હિલી એરિયામાં ફસાયેલા લોકોની મદદ કરે છે. આ ટીમે અસમના આ 48 વિદ્યાર્થીઓને ગુલાબાથી રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળ પર પહોંચ્યા હતા. જાણકારી અનુસાર કુલ્લૂના ગુલાબા એરિયામાં ખૂબ વધુ હિમવર્ષા થાય છે. 


92 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, જન્મદિવસ પર PM મોદીએ કંઇક આ રીતે પાઠવી શુભેચ્છા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube