Heavy Rain Alert: દેશના ઘણા રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવી દીધો છે. થોડા દિવસો પહેલા જ ભારતના અનેક રાજ્યોમાં લોકો ગરમીથી ત્રસ્ત હતા. પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ ગઈ. તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના અનેક રાજ્યોમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ યથાવત રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આગામી 5 દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં મેઘરાજા બોલાવશે બગડાટી, અતિભારે વરસાદની આગાહી


Tomato Price: ગૃહિણીઓ માટે સૌથી સારા સમાચાર, ઘટી જાશે ટમેટાના ભડકે બળતા ભાવ


મનાલી, કુલ્લુ.. ફરવા જવાનું 1 જુલાઈ સુધી ટાળજો, જાશો તો ફરવાના મૂડની પથારી ફરી જશે


ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યો માટે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. દેશના કેટલાક રાજ્યોમાં તો ભારે વરસાદના કારણે તબાહીની સ્થિતિ અત્યારથી જ જોવા મળી રહી છે. તેવામાં હવામાન વિભાગે દેશના 20 જેટલા રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ જમ્મૂ, હિમાચલ અને ઉત્તરરાખંડમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. દિલ્હીમાં પણ આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. 


હવામાન વિભાગે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય આગામી ચાર દિવસ સુધી ઉત્તરાખંડના અનેક રાજ્યોમાં વરસાદ નોંધાઈ શકે છે. દેહરાદુન, નૈનીતાલ, ચંપાવત, હરિદ્વાર, બાગેશ્વર અને પિથોરગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જેને લઇને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.