Weather Alert: આગામી 5 દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં મેઘરાજા બોલાવશે બગડાટી, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Weather Alert: હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ સુધી ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને આગામી છ દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં વાતાવરણ ખૂબ જ ખરાબ રહેશે. અહીં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
Trending Photos
Weather Alert: દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુના એન્ટ્રી થઈ ગઈ છે અને ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજા બગડાટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ સુધી ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આ પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ભૂસ્ખલન થવાની પણ આશંકા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર સોમા સેન અનુસાર આગામી છ દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં વાતાવરણ ખૂબ જ ખરાબ રહેશે. અહીં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તેવામાં આગામી એક સપ્તાહ સુધી ટુરિસ્ટ હિમાચલ પ્રદેશ ન જાય તો સારું રહેશે. વાતાવરણમાં સુધારો થાય ત્યાર પછી સ્થિતિને જોઈને જ કોઈપણ પ્રવાસી હિમાચલ પ્રદેશ જવાનું નક્કી કરે તે યોગ્ય રહેશે.
આ પણ વાંચો:
મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ ભારે વરસાદ થવાની આગાહી છે જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ સિવાય મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ અહમદનગર પુણે અને નાસિકમાં પણ 30 જૂન સુધી વાતાવરણ ખરાબ રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. વરસાદની સ્થિતિના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 43 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ ઉત્તરાખંડના સાત જિલ્લામાં ભારે અધિકારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર આજે રાજસ્થાન, ગોવા, ગુજરાત, કોંકણ, મધ્યપ્રદેશ, કેરળ અને માહેમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. મધ્યપ્રદેશના આઠ જિલ્લા માટે 24 કલાક ભારેથી અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય મણીપુર લદાખ ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં પણ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે