Kedarnath Yatra માટે હેલિકોપ્ટર બુકિંગ શરુ, જાણો શું છે ચાર્જ અને બુક કરવાની પ્રક્રિયા
Kedarnath Yatra: આજે બપોરે 12 કલાકથી હેલિકોપ્ટર બુકિંગ ઓનલાઇન શરૂ થશે. તીર્થયાત્રી 28 મે થી 15 જુન સુધીમાં હેલિકોપ્ટર સવારી બુક કરી શકે છે. હેલિકોપ્ટર સવારી માટે સ્લોટ પણ વધારી દેવામાં આવ્યા છે.
Kedarnath Yatra: કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સર્વિસનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આઈઆરસીટીસી દ્વારા હેલિકોપ્ટર બુકિંગ થઈ શકે છે. 24 મે ના રોજ બપોરે 12 કલાકથી હેલિકોપ્ટર બુકિંગ ઓનલાઇન શરૂ થશે. તીર્થયાત્રી 28 મે થી 15 જુન સુધીમાં હેલિકોપ્ટર સવારી બુક કરી શકે છે. હેલિકોપ્ટર સવારી માટે સ્લોટ પણ વધારી દેવામાં આવ્યા છે.
કેદારનાથ ધામ હિન્દુઓ માટે મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે. કેદારનાથ ધામ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં 12000 ફૂટ ઊંચાઈ પર સ્થિત છે. દર વર્ષે આ સમય દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ કેદારનાથ ધામ પહોંચે છે. જોકે મુશ્કેલ રસ્તાઓ પાર કરવા માટે અને કેદારનાથ બાબાના દર્શન કરવા માટે હેલિકોપ્ટર સૌથી સુરક્ષિત સાધન છે.
આ પણ વાંચો:
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વાતાવરણમાં પલટો, ફુંકાશે પવન અને થશે વરસાદ
શું તમે જાણો છો કે ભારતમાં ક્યાં સૌથી વધુ વરસાદ પડે છે? ચેરાપુંજી ખોટો જવાબ છે!
દિલ્હીથી ગુજરાત માત્ર 10 કલાકમાં, આ એક્સપ્રેસ-વે શરૂ થયા બાદ ગુજરાતીઓને થશે ફાયદો
કારણ કે કેદારનાથ મંદિર સુધી પહોંચવા માટે રોડ માર્ગ ઉપરાંત સોન પ્રયાગથી શ્રદ્ધાળુઓને 18 કિમીની ચઢાણ વાર કરવું પડે છે. તેવામાં ઓછા લોકો મંદિરના દર્શન કરી શકે છે. જે લોકો આ રીતે કેદારનાથ મંદિર સુધી પહોંચી શકતા નથી તેમના માટે ઉત્તરાખંડ સરકારે મંદિર સુધી જવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે.
કેદારનાથમાં હેલિકોપ્ટર સર્વિસ નિયમિત રીતે ઉપલબ્ધ છે. અહીં અલગ અલગ વીમાન કંપનીઓ યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર સર્વિસ આપે છે. મોટાભાગની કંપની પાંચ થી સાત સીટના હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. જેના માટે મંદિર સુધી ફકત જવાની સર્વિસ અને રાઉન્ડ ટ્રીપની સેવા પણ યાત્રાળુઓ માટે ઉપલબ્ધ છે. હેલિકોપ્ટર બુક કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશન આઇઆરસીટીસી ની વેબસાઈટ www.heliyatra.irctc.co.in પરથી થઈ શકે છે.
હેલિકોપ્ટર કંપનીઓ કેદારનાથ ધામમાં દર્શન કરી તે જ દિવસે પરત આવવા માટે પ્રતિ વ્યક્તિ 6,500 થી 8000 રૂપિયાનો ચાર્જ કરે છે. જ્યારે ફક્ત જવા કે આવવાની એક ટ્રીપની ટિકિટ બુક કરાવવા પર 3,000 થી 3,500 નો ચાર્જ આપવો પડે છે.