પટણાઃ દેશવિરોધી નિવેદન આપવાના મામલામાં ફરાર ચાલી રહેલા જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી શરજિલ ઇમરામની ધરપકડ કરી લેવામાં આવી છે. કમ્પ્યૂટર સાયન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર શરજિલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રદર્શન દરમિયાન આસામને ભારતમાંથી કાપવાની વાત કરી હતી. મહત્વનું છે કે શરજિલ ઇમામના પિતા પણ બિહારની રાજનીતિમાં સક્રિય રહ્યાં છે અને શરજિલનો ભાઈ પણ સીએએ વિરોધી આંદોલનોમાં ખુબ સક્રિય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે આખરે શરજિલ ઇમામ કોણ છે, તેના પરિવારના લોકો કોણ છે અને તેનું બેકગ્રાઉન્ડ શું છે.. 


1. શરજિલ ઇમામ બિહારના જહાનાબાદમાં રહેનાર છે. તે જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ)ના સેન્ટર ફોર હિસ્ટોરિકલ સ્ટડીઝનો વિદ્યાર્થી છે. 


2. શરજિલની ફેસબુક પ્રોફાઇલ પ્રમાણે, તે આઈઆઈટી બોમ્બેથી કમ્પ્યૂટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી ચુક્યો છે. 


3. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયૂ)માં સીએએ વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન શરજિલે આપ્યું હતું દેશવિરોધી નિવેદન.


4. આ નિવેદન સામે આવ્યા બાદ શરજિલ વિરુદ્ધ આસામ અને ઉત્તર પ્રદેશમાં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


5. મામલો ચર્ચામાં આવ્યા બાદ શરજિલ ફરાર થઈ ગયો હતો. પોલીસે શરજિલ ઇમામને શોધવા માટે દરોડા પાડ્યા હતા, પરંતુ તે બિહારમાં પોતાના ઘરે હાજર નહતો. 


6. શરજિલના પિતા અકબર ઇમામ જનતા દળ યૂનાઇટેડના નેતા હતા. 2005માં તેમણે જહાનાબાદ સીટથી વિધાનસભાની ચૂંટણી લડી હતી જેમાં તેનો પરાજય થયો હતો. 


7. શરજિલ ઇમામનો નાનો ભાઈ મુજમ્મિલ ઇમામ પણ રાજનીતિમાં સક્રિય છે. સીએએ વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોમાં પણ મુજમ્મિલ ખુબ સક્રિય છે.


8. દિલ્હી પોલીસ પ્રમાણે, ફારર થતાં પહેલા શરજિલ ઇમામ છેલ્લે 25 જાન્યુઆરીએ બિહારના ફુલવારી શરીફમાં એક બેઠકમાં જોવા મળ્યો હતો. 


9. શરજિલે ભડકાઉ ભાષણમાં કહ્યું હતું કે, આપણી પાસે સંગઠિત લોકો છો તો આપણે આસામને હિન્દુસ્તાનથી અલગ કરી શકીએ છીએ.


10. પોલીસે શરજિલના ભાઈ મુજમ્મિલને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. 


11. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) પણ જહાનાબાદ સ્થિત શરજિલના ઘર પર દરોડા કરીને પરિવારજનો સાથે પૂછપરછ કરી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...