કોરોનાના દર્દીઓ ન કરે આ કામ, બાકી જીવ જોખમમાં મુકાશેઃ અભ્યાસ
આ દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓએ તણાવ લેવાથી બચવુ જોઈએ, નહીં તે મોતનું કારણ બની શકે છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (corona virus)નું સંક્રમણ ભારતમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. અત્યાર સુધી 4.30 લાખથી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે અઢી લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. પરંતુ 14,000 લોકોના મૃત્યુ થયા છે. મોત સાથે જોડાયેલા આંકડાને જોવામાં આવે તો તેમાં મોટા ભાગના એવા લોકો સામેલ છે, જેને પહેલાથી કોઈ પ્રકારની બીમારી હતી જેમ ડાયાબિટીઝ અને થાઇરોઇડ. આ બીમારીને કારણે રોગ પ્રતિરોધક ક્ષમતા ખુબ નબળી થઈ જાય છે અને વ્યક્તિને બચાવવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. આ સાથે-સાથે કોરોનાથી સંક્રમિત દર્દી તણાવ લે તો તેનાથી મોતનો ખતરો વધુ વધી જાય છે.
હાલમાં કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, આ દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓએ તણાવ લેવાથી બચવુ જોઈએ, નહીં તે મોતનું કારણ બની શકે છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ.
તણાવ લેવાને કારણે વ્યક્તિને ઘણા પ્રકારની બીમારીઓ થઈ જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે વ્યક્તિનું મગજ જુદુ-જુદુ વિચારે છે અને આ કારણે તેને લાંબા સમયથી સ્ટ્રેસને પણ સમસ્યા થઈ જાય છે.
ધ લૈસેન્ટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તણાવ લેનારા લોકોમાં કોરોના વાયરસને કારણે મોતનો ખતરો ઘણા ગણો વધી જાય છે. હકીકતમાં તણાવ સંબંધિત એક હોર્મોનનું સ્તર વધવાને કારણે આ ખતરો ઉત્તપન્ન થાય છે. આ હોર્મોનનું નામ જણાવવાની સાથે સાથે તમને તે પણ જણાવવામાં આવે કે કઈ રીતે મોતનું કારણ બની શકે છે.
કોરોનાનો મહિનો બન્યો જૂન, 30 દિવસની અંદર ભારતમાં 3 લાખથી વધુ કેસ
કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધી જાય છે
તણાવની સ્થિતિ વધવાનું મુખ્ય કારણ એક વિશેષ પ્રકારના હોર્મોનને માનવામાં આવે છે, જેમાં વધારો થઈ જાય છે. આ હોર્મોનનું નામ કાર્ટિસોલ છે. સંશોધકોએ આ વિશે જાણકારી આપી છે કે એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં કાર્ટિસોલ હોર્મોનનું સ્તર 100- 200 NM/L હોય છે. આ હોર્મોનની ખાસ વાત તે છે કે સૂવા સમયે તેની સ્થિતિ શૂન્ય થઈ જાય છે જ્યારે તણાવની સ્થિતિમાં તેનું સ્તર ઘણા ગણું વધી જાય છે.
આ શોધમાં તે જોવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોને સામાન્ય રૂપથી ઘણો વધુ તણાવ હોય છે. તેવામાં જો તણાવનું સ્તર વધુ વધી જાય તો તેની સીધી અસર કોર્ટિસોલ હોર્મોનમાં વધારો કરી શકે છે. તેથી મોતના ખતરાથી બચ્યા રહેવા માટે જરૂરી છે કે તણાવ ન લો.
કોરોના વાયરસથી સંક્રમિત દર્દી જો પોતાની સારવાર કરાવી રહ્યો છે, તેને સાવચેતીના ભાગ રૂપે મનોરંજનના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. તેણે પ્રયાસ કરવો જોઈએ કે તે સંક્રમિત થયા બાદ ડરે નહીં અને જલદી રિકવરીની આશા કરતા બધી ટિપ્સને સાવધાની સાથે ફોલો કરે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube