ડ્રોન દ્વારા દિલ્હીમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર? સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યું
રાજધાની દિલ્હીમાં હાલમાં જમ્મુ એરબેઝ પર થયેલા ડ્રોન હુમલાને જોતા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે 15 ઓગસ્ટ પહેલા આતંકી રાજધાનીમાં હુમલાનું ષડયંત્ર રચી શકે છે.
નવી દિલ્હીઃ સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા (Possible Terror Attack) ને લઈ હાઈ એલર્ટ જારી કર્યું છે. જાણકારી પ્રમાણે આતંકી 15 ઓગસ્ટ પહેલા અને ચોમાસુ સત્ર (Monsoon Session) વચ્ચે રાજધાનીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. સંસત સત્ર અને 15 ઓગસ્ટ (Independence Day) પહેલા સામાન્ય રીતે પણ દિલ્હીની સુરક્ષા હાઈ એલર્ટ પર રહે છે.
ડ્રોન હુમલાના ષડયંત્રની આશંકા
સુરક્ષા એજન્સીઓના એલર્ટ પ્રમાણે ડ્રોન દ્વારા દિલ્હીમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપી શકાય છે. 15 ઓગસ્ટ પહેલા પાકિસ્તાન બેસ્ડ આતંકી અને અસામાજિક તત્વો દિલ્હીમાં ધમાકો કરી શકે છે. રાજધાની દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને તેવામાં આતંકી હુમલાનો ખતરો વધી જાય છે.
દિલ્હી પોલીસને સુરક્ષા એજન્સીઓ તરફથી એલર્ટ કરવામાં આવી કે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો, તેવામાં આ દિવસે આતંકી રાજધાનીમાં કોઈ ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે. દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓને પ્રથમવાર ડ્રોનના ખતરાનો સામનો કરવા સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Pegasus મુદ્દે સંસદના ચોમાસુ સત્રમાં શરૂઆતથી હોબાળો, શું છે આ Pegasus સ્પાઈવેર, અહીં મળશે દરેક જવાબ
સ્પેશિયલ ડ્રોન કંટ્રોલ રૂમ તૈયાર
આ ટ્રેનિંગમાં સોફ્ટ Kill અને હાર્ડ Kill ટ્રેનિંગ સામેલ છે. એલર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે એન્ટી સોશિયલ એલીમેનટ્, આતંકી કે સ્લીપર સેલ આવી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ સિવાય કોવિડને બહાનુ બનાવી દેશનો માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર પણ આ આતંકીઓએ રચ્યુ છે.
ડ્રોન હુમલાના ખતરાને જોતા ઈન્ડિયન એર ફોર્સ હેડક્વાર્ટરમાં એક વિશેષ ડ્રોન કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, તેથી આવા કોઈ હુમલાને રોકી શકાય. આ સિવાય પાછલા વર્ષની તુલનામાં ડબલ એટલે કે 4 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવી રહી છે, જે કોઈપણ ડ્રોનને સરળતાથી પકડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube