Pegasus મુદ્દે સંસદના ચોમાસુ સત્રમાં શરૂઆતથી હોબાળો, શું છે આ Pegasus સ્પાઈવેર, અહીં મળશે દરેક જવાબ
સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ચુક્યું છે. ત્યારે સંસદમાં શરૂઆતથી પેગાસસ(Pegasus) નામના સ્પાયવેરે ચર્ચા જગાવી છે. આ સ્પાયવેરને કારણે સંસદમાં હોબાળો મચ્યો છે. પરંતુ શું છે આ પેગાસસ સ્પાયવેર? આખરે કેમ આ સ્પાઈવેરને પગલે રાજકીય ગરમાગરમી વધી છે? શું આ સ્પાયવેર વ્હોટ્સેપને હેક કરી શકે છે? આવા અનેક સવાલોના જવાબ માટે વાંચો આ અહેવાલ.
Trending Photos
નવી દિલ્લીઃ સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ચુક્યું છે. ત્યારે સંસદમાં શરૂઆતથી પેગાસસ(Pegasus) નામના સ્પાયવેરે ચર્ચા જગાવી છે. આ સ્પાયવેરને કારણે સંસદમાં હોબાળો મચ્યો છે. પરંતુ શું છે આ પેગાસસ સ્પાયવેર? આખરે કેમ આ સ્પાઈવેરને પગલે રાજકીય ગરમાગરમી વધી છે? શું આ સ્પાયવેર વ્હોટ્સેપને હેક કરી શકે છે? આવા અનેક સવાલોના જવાબ માટે વાંચો આ અહેવાલ.
પેગાસસ (Pegasus) સ્પાઈવેરનો પહેલીવાર ઉલ્લેખ 2019માં થયો હતો. આ મુદ્દે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે વ્હોટ્સેપ(Whatsapp) યુઝર્સને વ્હોટ્સેપ તરફથી મેસેજ મળ્યો કે તેમનો ફોન પેગાસસની મદદથી ટ્રેક કરવામાં આવી રહ્યો છે. આમાં પત્રકાર, એક્ટિવિસ્ટ સામેલ હતા. ત્યારબાદથી પેગાસસ સોફ્ટવેર સતત ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ અનેક દેશોની સરકાર આ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે.
તેવામાં હવે સવાલ ઉઠે છે કે આખરે પેગાસસ છે શું અને આ કામ કેવી રીતે કરે છે? આ સ્પાઈવેરથી તમારે ડરવાની જરૂર છે કે નહીં? અહીં અમે તમને આવા જ સવાલોના જવાબ આપીશું. સૌપ્રથમ આપને જણાવી દઈએ કે પેગાસસ(Pegasus) એક સ્પાઈવેર સોફ્ટવેર છે. એટલે કે આની મદદથી જાસુસી શક્ય છે. આ સોફ્ટવેરને ઈઝરાયલની એક કંપની NSO ગ્રુપે તૈયાર કર્યું છે. આ કંપની સાઈબર હથિયાર બનાવવા માટે જાણીતી છે.
NSO ગ્રુપે કંફર્મ કર્યું છે કે પેગાસસ(Pegasus) સોફ્ટવેર છે. ઈઝરાયલી કંપનીએ જણાવ્યું કે તેઓ માત્ર સરકારને આ ટુલ વેચે છે. અને તેના દુરૂપયોગ માટે જવાબદાર નથી. આ સોફ્ટવેરથી ફોન હેક કરવા પર યુઝર્સને જાણ પણ નથી થતી કે તેમનો ફોન હેક થયો છે. આ કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એકવાર હેકર હેક કરતા ફોનને નિશાને લે તો તે Malicious વેબસાઈટની લિંક મોકલે છે. જો યુઝર તેના પર ક્લિક કરે તો તેના ફોનમાં પેગાસસ ઈન્સ્ટોલ થઈ જાય છે. આ સોફ્ટવેરને વ્હોટ્સેપ વોઈસ કોલથી પણ અનેકવાર ઈન્સ્ટોલ કરી દેવામાં આવે છે. આ એટલું એડવાન્સ સોફ્ટવેર છે કે બસ મિસકોલથી ટાર્ગેટ ફોનમાં તેને ઈન્સ્ટોલ કરી શકાય છે.
ફોનમાં ઈન્સ્ટોલ થઈ ગયા બાદ આ સોફ્ટવેર પોતાનું કામ શરૂ કરી દે છે. આ કોલ લોગ હિસ્ટ્રીને ડિલીટ કરી નાખે છે. આથી યુઝરને મિસકોલ અંગે પણ ખબર પડી શકતી નથી. આ સોફ્ટવેર ફોન પર સંપૂર્ણ રીતે નજર રાખી શકે છે. એટલું જ નહીં, વ્હોટ્સેપના એન્ક્રિપ્ટેડ ચેટ્સને પણ વાચવાલાયક બનાવી શકે છે. આ સોફ્ટવેરથી યુઝર્સના મેસેજ વાંચવા સિવાય કોલને ટ્રેક, યુઝરની એક્ટિવિટીને ટ્રેક કરી શકે છે. સિક્યોરિટી રિસર્ચર મુજબ, પેગાસસ(Pegasus) લોકેશન, ડેટા, ફોનના વીડિયો કેમેરા, માઈક્રોફોનનું પણ એક્સેસ લઈ શકે છે. આથી તે કોઈ પણ વાતચીતને સરળતાથી સાંભળી શકે છે. આ સોફ્ટવેર બ્રાઉઝર હિસ્ટરી, કોન્ટેક્ટ ડિટેઈલ્સ, મેલ રિડ કરવા અને સ્ક્રિનશોટ લેવા પણ સક્ષમ છે.
આ એક અલ્ટીમેટ સર્વેલન્સ ટુલ છે. જો કોઈ સરકાર કોઈ વ્યક્તિ પર નજર રાખવા માગે છે, તો તેઓ પેગાસસ(Pegasus)ની મદદ લઈ શકે છે. આ એક સ્માર્ટ અને એડવાન્સ સર્વેલન્સ સોફ્ટવેર છે. જો આનો સંપર્ક કમાન્ડ અને કંટ્રોલ સર્વરના 60 દિવસ સુધી નથી થઈ શક્તો, તો તેનો મતલબ છે કે આ સોફ્ટવેર ખોટી ડિવાઈસમાં ઈન્સ્ટોલ થયું છે. અને તેથી તે પોતાને નષ્ટ કરી નાખે છે. આપને જણાવી દઈએ કે પેગાસસ(Pegasus) બહું મોંઘુ સોફ્ટવેર છે. આની કિંમત લાખો ડોલરમાં છે. કંપનીએ જણાવ્યું છે કે તેઓ માત્ર સરકારને આ સોફ્ટવેર આપે છે. પેગાસસનો ઉપયોગ મોટા પ્રમાણમાં ન થઈ શકે. આથી સામાન્ય માણસને આ સોફ્ટવેરથી ડરવાની કોઈ જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે