ડૂબી જશે મુંબઈ! હાઇટાઇડનું પણ એલર્ટ
છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈની હાલત ખરાબ છે
મુંબઈ : મુંબઈમાં વરસાદ છેલ્લા 24 કલાકથી હાહાકાર મચાવી રહ્યો છે. મુંબઈની લાઇફલાઇન ઠપ થઈ ગઈ છે. મુંબઈના બોરિવલી વિસ્તારમાં ત્રણ મકાન ધરાશાયી થઈ ગયા છે. મુંબઈમાં છેલ્લા બે દિવસોમાં 250 MMથી વધારે વરસાદ થયો છે. શહેરના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે અને આગામી 24 કલાક સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો થાય એવી શક્યતા નથી. આ સંજોગોમાં દરિયામાં હાઇટાઇડ એલર્ટની જાહેરાત થતા પરિસ્થિતિ વધારે વણસી ગઈ છે.
ભારતીય મોસમ વિભાગનું અનુમાન છે કે 13 જુલાઈ સુધી મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આ વરસાદનો માર ગ્રેટર મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરને સૌથી વધારે પડશે.
હાલમાં ભારે વરસાદને પગલે વાશી અને વિરાર વચ્ચેની લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે અને કેટલીક સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ માહિતી આપી છે કે વાશી અને વિરાર વચ્ચેના રેલવે ટ્રેકના પાટા પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સર્વિસ રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ સંજોગોમાં લોકોને પરિવહનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...