નવી દિલ્હી: ભારતમાં રોજરોજ કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના રેકોર્ડતોડ દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6767 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ હવે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1,31,868 થઈ છે. એક જ દિવસમાં 147 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો હવે 3867 પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રની સ્થિતિ ખુબ ખરાબ છે. અહીં પીડિતોની સંખ્યા 47 હજાર ઉપર થઈ ગઈ છે જ્યારે 24 કલાકમાં 60 નવા મૃત્યુ સાથે હવે મૃતકોની સંખ્યા 1577 થઈ છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજેરોજ નવા બે હજાર કેસ જોવા મળી રહ્યાં છે. હાલ રાજ્યમાં કોરોનાના નોંધાયેલા કુલ કેસનો આંકડો 47,190 છે. જ્યારે 13404 લોકો રિકવર થયા છે. 


બીજા નંબરે તામિલનાડુ આવે છે. જ્યાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 759 કેસ જોવા મળ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા 15 હજારને પાર ગઈ છે. ત્રીજા નંબરે 13 હજારથી વધુ કેસો સાથે ગુજરાત છે. ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા કેસનો આંકડો 13664 છે. જેમાં અમદાવાદમાં જ 10,000 જેટલા કેસ નોંધાયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube