નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવાને લઈને ચાલી રહેલો વિવાદ હવે રોજેરોજ નવું સ્વરૂપ લઈ રહ્યો છે. મંગળવારે આવા જ કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારાની ઘટનાઓ પણ જોવા મળી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓનું એક ટોળુ સ્કૂટી લઈને એક છોકરીનો વિરોધ કરતા જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાઈ રહ્યો છે વીડિયો 
સોશિયલ મીડિયા પર આ વીડિયો જોતા જ તે વાયરલ થઈ ગયો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો હિજાબ પહેરેલી યુવતીની આસપાસ ધાર્મિક નારા લગાવી રહ્યા છે. યુવતીએ જણાવ્યું કે તેને ઘેરનારા લોકોમાં કોલેજના લોકો ઉપરાંત બહારના લોકો પણ સામેલ હતા. 


વીડિયોમાં એવું શું છે?
એક વિદ્યાર્થીની તેની સ્કૂટી પર કૉલેજ પહોંચે છે. વિદ્યાર્થિનીએ પોતાની સ્કૂટી પાર્ક કરી, તે કોલેજના વિદ્યાર્થીઓ જેમણે ભગવો સ્કાર્ફ ધારણ કર્યો હતો, તેને જોઇ બૂમો પાડે છે. આ બૂમો ધીમે ધીમે 'જય શ્રી રામ' ના નારામાં તબદીલ થઇ જાય છે. જે વિદ્યાર્થી સાથે આ ઘટના થઇ તેનું નામ મુસ્કાન કહેવામાં આવી રહ્યું છે. તે આ કોલેજમાં બી.કોમની વિદ્યાર્થીની છે. 


યુવતીએ લગાવ્યા 'અલ્લાહ હુ અકબર'ના નારા
મુસ્કાન ધીમે ધીમે તેના ક્લાસ તરફ જતી રહે છે. છોકરાઓને જોઈને તે બે વાર 'અલ્લાહ હુ અકબર' બૂમો પાડે છે. આ દરમિયાન કોલેજનો સ્ટાફ વચ્ચે આવે છે અને તેમને ક્લાસ તરફ જવાનું કહે છે. તે વર્ગ તરફ ચાલે છે અને છોકરાઓનું ટોળું તેની પાછળ આવે છે. કોલેજના શિક્ષકો છોકરાઓને મુસ્કાનનો પીછો કરતા અટકાવે છે.


યુવતીએ કેમેરા સામે જોઈને પૂછ્યા પ્રશ્ન
જેમાં આ ઘટનાને કવર કરતો કેમેરો મુસ્કાનની સામે આવે છે. કેમેરાને જોઈને મુસ્કાન વધુ ગુસ્સે થઈ જાય છે અને બૂમો પાડે છે, 'આ મારો બુરખો કેમ હટાવવા માંગે છે, આ લોકોને બુરખોપ હટાવવાનો હક કોણે આપ્યો છે.' ત્યારબાદ તે કોલેજની બિલ્ડીંગમં પ્રવેશ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube