નવી દિલ્હીઃ હિજાબ પહેરીને શાળા-કોલેજમાં એન્ટ્રીને લઈને વિવાદ સતત વકરતો જાય છે. જ્યારે કર્ણાટક હાઈકોર્ટ તેને સંબંધિત અરજીને પહેલાથી રદ્દ કરી ચુકી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે હિજાબ પહેરીને કોઈપણ શિક્ષણ સંસ્થામાં એન્ટ્રી કરવાની મંજૂરી ન આપી શકાય. હાઈકોર્ટના ચુકાદાને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડવોકેટ શમશાદ દ્વારા જાહેર અરજીમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને બે અન્ય મુસ્લિમ સભ્યોએ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. કર્ણાટક હાઈકોર્ટનો આ મામલા પર ચુકાદો 15 માર્ચ 2022ના આવ્યો હતો. 


અરજીમાં કહેવામાં આવ્યું કે કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય ઇસ્લામી ગ્રંથોની એક ખોટી સમજને રજૂ કરે છે, વિશેષ કરીને ઇસ્લામી કાયદાના પ્રાથમિક અને ઉચ્ચ સ્ત્રોત એટલે કે પવિત્ર કુરાન. બોર્ડે કહ્યું- કર્ણાટક હાઈકોર્ટે પોતાના આક્ષેપિત નિર્ણયમાં મુસ્લિમ મહિલાઓની ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોમાં ઘટાડો કર્યો છે. 


આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં મોટી દુર્ઘટના, ખાઈમાં ખાબકી બસ, 1નું મોત 56ને ઈજા


તેમણે આગળ કહ્યું કે, કેટલાક સમૂહોએ ડિસેમ્બર 2021માં હિજાબમાં અભ્યાસ કરનારી મુસ્લિમ વિદ્યાર્થિનિઓને પરેશાન કરવાનું શરૂ કરી દીધુ અને જ્યારે તે મોટા પાયે વધી ગયું તો કર્ણાટક સરકારે 5 ફેબ્રુઆરી 2022ના સરકારી આદેશ જાહેર કરી દીધો, જેમાં કેટલાક લોકોએ પ્રત્યક્ષ ભેદભાવનો મુદ્દો બનાવ્યો હતો. 


મુદ્દાને બીજીતરફ વાળતા અરજીકર્તાએ કહ્યું કે કર્ણાટક હાઈકોર્ટે તે માનીને ખુદને ખોટી દિશા આપી કે અરજીકર્તાએ ક્યારેય શાળાનો ડ્રેસ પહેરવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. અરજીકર્તાએ કહ્યું, હાઈકોર્ટના રેકોર્ડથી જાણવા મળે છે કે અરજીકર્તાએ સ્કૂલ યુનિફોર્મની સાથે હિજાબ કે હેડસ્કાર્ફ પહેરવાની મંજૂરી માંગી હતી. આ તેના મૌલિક અધિકાર અને અભિવ્યક્તિની આઝાદી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube