Himachal Results 2022: હિમાચલમાં કોંગ્રેસને `ઓપરેશન લોટસ`નો ડર, ધારાસભ્યોને મોહાલી શિફ્ટ કરાશે
Himachal Election Results: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ (Bhupesh Baghel) અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (Bhupinder Singh Hooda) ને ધારાસભ્યોને શિફ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
શિમલાઃ Himachal Assembly Election Results 2022: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના ટ્રેન્ટ પ્રમાણે રાજ્યમાં કોગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે. અત્યાર સુધીના સામે આવેલા પરિણામ બાદ કોંગ્રેસ એક્શન મોડમાં સામે આવી ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બધેલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને રાજીવ શુક્લા શિમલા જશે. તો બીજીતરફ કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તોડવાનો ડર લાગી રહ્યો છે.
કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને મોહાલીમાં શિફ્ટ કરાવી શકે છે. કોંગ્રેસે ધારાસભ્યોને રોકવા માટે એઆઈસીસી સચિવોની ડ્યૂટી લગાવી છે. આ સાથે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે લાગી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસને ડર છે કે ભાજપ તેના જીતેલા ધારાસભ્યોને તોડી શકે છે. આ આશંકા અને કથિત ઓપરેશન લોટસને ધ્યાનમાં રાખતા કોંગ્રેસે હિમાચલના ધારાસભ્યોને મોહાલી મોકલવાની યોજના બનાવી છે. સૂત્રો પ્રમાણે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર હુડ્ડાને તેની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રિયંકા ગાંધી રાખી રહી છે નજર
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેઓ પણ આજે શિમલા પહોંચે તેવી શક્યતા છે. આજે ચૂંટણીના પરિણામો બાદ નક્કી થશે કે જનતા ફરીથી ભાજપને તક આપશે કે કોંગ્રેસને. બપોરે 12 વાગ્યાની આસપાસના વલણો અનુસાર, 68 સભ્યોની હિમાચલ વિધાનસભામાં ભાજપને 28 જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી રહી છે. કોઈપણ પક્ષને ત્યાં સરકાર બનાવવા માટે 35 બેઠકોની જરૂર પડશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube