Cloudburst in Kullu: કુલ્લુમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, કેમ્પિંગ સાઈટ-ઘરો પાણીમાં વહી ગયા, એકનું મોત અનેક ગૂમ
Cloud Burst In Himachal Pradesh: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કરાણે પુર જેવી સ્થિતિ ઊભી થઈ છે. અનેક ગામડાઓમાં પાણી ઘૂસી જવાથી ઘરો તબાહ થઈ ગયા છે. અનેક પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યું છે.
Cloud Burst In Himachal Pradesh: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કરાણે પુર જેવી સ્થિતિ ઊભી થઈ છે. અનેક ગામડાઓમાં પાણી ઘૂસી જવાથી ઘરો તબાહ થઈ ગયા છે. અનેક પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં મણિકર્ણમાં પણ ટુરિસ્ટ કેમ્પ ડેમેજ થયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યાં મુજબ બુધવારે કુલ્લુમાં વાદળ ફાટવાથી મણિકર્ણ ઘાટીમાં પુર આવી ગયું. આ કારણે ત્યાં હાલાત બેકાબૂ થઈ ગયા. પ્રશાસન લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં લાગ્યું છે. વાદળ ફાટવાના કારણે આવેલા પુરમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે.
આ બાજુ કુલ્લુના એસપી ગુરુદેવ શર્માએ જણાવ્યું કે જિલ્લામાં વરસાદના કારણે પુરના હાલાત છે. પરંતુ ટીમો હાલ બચાવ કાર્યમાં લાગી છે. મળતી માહિતી મુજબ કુલ્લુના ચોઝગામ નાલામાં વાદળ ફાટ્યા બાદ આવેલા પુરમાં અનેક ઘર વહી ગયા છે. 2 કેમ્પિંગ સાઈટ પણ વહી ગઈ છે. મળતી માહિતી મુજબ ચલ્લાલ પંચાયતના છોઝ ગામમાં સવારે લગભગ 6 વાગે વાદળ ફાટ્યા બાદથી 6 લોકો ગૂમ થઈ ગયા હતા. અચાનક આવેલા પુરથી ઓછામાં ઓછા પાંચ પશુઓ પણ તણાઈ ગયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube