શિમલા: હિમાચલ પ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 40 બેઠક જીતીને ફરી એકવાર રિપીટ કરવાનો રિવાજ ચાલુ રાખ્યો છે. કોંગ્રેસ ભલે આ ચૂંટણી જીતી ગયું હોય પરંતુ મુખ્યમંત્રી કોને બનાવવામાં આવશે તેને લઈને હજુ સુધી સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોનું એક જૂથ સુખવિંદર સિંહ તો બીજું જૂથ પ્રતિભા સિંહને હિમાચલ પ્રદેશના આગામી સીએમ તરીકે જોવા માગે છે. સુખવિંદર સિંહ અને વીરભદ્રસિંહ પરિવારની આ લડાઈ કોઈ નવી નથી. જે છેલ્લા 9 વર્ષથી ચાલતી રહી છે. આ લડાઈ ત્યારે શરૂ થઈ હતી જ્યારે 2013માં કોંગ્રેસે સુખવિંદર સિંહ સુખુને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ લડાઈ શરૃ થઈ?
સુખવિંદર સુખુને જવાબદારી સોંપવામાં આવતા તેમણે વીરભદ્રસિંહ જૂથના કાર્યકર્તાઓ અને નેતાઓને મહત્વની જવાબદારીમાંથી દૂર કરી દીધા હતા. આ વાતથી વીરભદ્ર સિંહ નારાજ થઈ ગયા હતા. 2017 વિધાનસભા ચૂંટણી પહેલાં સ્થિતિ એટલી એ હદે બગડી ગઈ હતી કે વીરભદ્રસિંહે જાહેરાત કરી દીધી કે તે આ વર્ષે ચૂંટણી નહીં લડે. સુખુએ 2013 પહેલાં વીરભદ્રની જગ્યાએ પાર્ટી પ્રમુખનું પદ સંભાળ્યું હતું. અને વીરભદ્ર સિંહ તેનાથી નારાજ હતા.


2017માં સ્થિતિ વધારે વણસી ગઈ:
2017માં સુખુ અને રાજા સાહેબની આ લડાઈમાં વીરભદ્રસિંહની જીત થઈ હતી. પાર્ટીએ તેમના ચહેરા પર ચૂંટણી લડી હતી. જોકે કોંગ્રેસ તે સમયે ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી. હાઈકમાન્ડ પણ સાર્વજનિક મંચ પર તેમને એકસાથે લાવવામાં નિષ્ફળ રહ્યું હતું. જાન્યુઆરી 2019માં સુખી પાસેથી પ્રદેશની કમાન લઈ લેવામાં આવી હતી. કહેવામાં આવે છેકે આ નિર્ણયથી દુખી થઈને સુખુના સમર્થકો 2019ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીનો પ્રચાર કરવાની જગ્યાએ ઘરે બેસી ગયા હતા.


 



9 વર્ષ થયા પરંતુ સંબંધોમાં કોઈ સુધારો નહીં:
9 જુલાઈ 2021ના રોજ વીરભદ્ર સિંહનું નિધન થયું. પરંતુ તેના પછી પણ તેમના પરિવાર અને સુખવિંદર સુખુની વચ્ચેનું યુદ્ધ હજુ સુધી પૂરું થયું નથી. પાર્ટી હાઈકમાન્ડે પણ ચૂંટણીના 6 મહિના પહેલાં પ્રતિભા સિંહને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપી હતી. પ્રતિભા સિંહનું કહેવું છેકે પાર્ટીએ તેમને જે જવાબદારી સોંપી હતી તેમાં તે ખરા ઉતર્યા છે. હાઈકમાન્ડ વીરભદ્ર પરિવારની અવગણના કરી શકે તેમ નથી. તેમનો ઈશારો સીએમની ખુરશી પર હતો. જોકે સુખવિંદર સુખુનું કહેવું છે કે પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તેમને તે મંજૂર રહેશે.