Hindenburg Politics: હિંડનબર્ગના રિપોર્ટ પર આર-પાર! `શાખ` પર સવાલ, ખુલાસાથી ખલબલી
Hindenburg Politics: અમેરિકાની શોર્ટ ટેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના ખુલાસાએ ભારતમાં ખળભળાટ મચાવી દીધો... ભારતના શેરબજારમાં તો વધારે ફેરફાર ન થયો... પરંતુ રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો.... હિંડનબર્ગના આરોપોને સેબીના ચેરપર્સને પાયાવિહોણા ગણાવ્યા... જેના પર ફરી એકવાર હિંડનબર્ગે મોટો દાવો કરી દીધો...
હિંડનબર્ગના રિપોર્ટ પર આર-પાર
'શાખ' પર સવાલ, JPC તપાસની માગ
હિંડનબર્ગના દાવા પર કોંગ્રેસ V/s BJP
ભાજપનો કોંગ્રેસ પર ચીટ પોલિટિક્સનો આરોપ
શું કેન્દ્ર સરકાર JPCની રચના કરશે ખરી?
Hindenburg Politics: હિંડનબર્ગના આરોપો પર ફરી રાજનીતિ ગરમ થઈ ગઈ છે... કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો કે દેશના કરોડો લોકો સાથે છેતરપિંડી થઈ છે... તો ભાજપે કોંગ્રેસ પર દેશને બદનામ કરવાનો આરોપ લગાવ્યો... તેની વચ્ચે હિંડનબર્ગે ફરી એકવાર સોશિયલ મીડિયામાં મોટો દાવો કર્યો... ત્યારે હિંડનબર્ગે શું દાવો કર્યો?... રાજકીય પક્ષોનું આ અંગે શું કહેવું છે?... જાણો વિગતવાર આ અહેવાલમાં...
અમેરિકાની શોર્ટ ટેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના ખુલાસાએ ભારતમાં ખળભળાટ મચાવી દીધો... ભારતના શેરબજારમાં તો વધારે ફેરફાર ન થયો... પરંતુ રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો.... હિંડનબર્ગના આરોપોને સેબીના ચેરપર્સને પાયાવિહોણા ગણાવ્યા... જેના પર ફરી એકવાર હિંડનબર્ગે મોટો દાવો કરી દીધો...
સોશિયલ મીડિયા એક્સ પર હિંડનબર્ગે કહ્યું કે બુચ દંપતિની પ્રતિક્રિયાથી રોકાણની પુષ્ટિ થઈ છે... બુચે કહ્યું કે તેમના પતિએ 2019થી શરૂ થતી કન્સલ્ટીંગ સંસ્થાઓનો ઉપયોગ અજાણ્યા ભારતીય ઉદ્યોગમાં મુખ્ય ગ્રાહકોની સાથે લેવડ-દેવડ માટે કર્યો... શું તેમાં તે ગ્રાહક પણ છે જેમને રેગ્યુલેટ કરવાનું નામ સેબીને સોંપવામાં આવ્યું છે?..
હિંડનબર્ગના ખુલાસાથી ભારતમાં ખલબલી મચી ગઈ છે... જેમાં ભાજપના સાંસદ અને પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તેને આર્થિક કાવતરું ગણાવ્યું અને કોંગ્રેસની બોગસ રાજનીતિ ગણાવી...
ભારત વિરુદ્ધ આર્થિક કાવતરું
કોંગ્રેસની બોગસ રાજનીતિ
હિંડનબર્ગના આરોપો પર ઈન્ડિયા ગઠબંધન એક્શન મોડમાં આવી ગયું છે... તેમણે આ મામલે જેપીસી પાસે તપાસ કરાવવાની માગણી કરી છે. હાલ તો હિંડનબર્ગના ખુલાસાથી સરકાર પર પણ જેપીસી બનાવવાનું પ્રેશર વધી ગયું છે... ત્યારે એ જોવાનું રહેશે કે શું આ મામલાની કોઈ તપાસ થશે કે નહીં?... શું સેબીના ચેરપર્સન પર કોઈ કાર્યવાહી થશે?.. આ એવા સવાલ છે જેનો જવાબ આગામી દિવસોમાં સામે આવશે.