હુબલી: 3 કાશ્મીર વિદ્યાર્થીઓના દેશ વિરોધી નારા, નાગરિકોએ લમધાર્યા
કર્ણાટકનાં હુબલીનાં KLE એન્જિનીયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 3 કાશ્મીરી વિદ્યાર્થીઓ પર પાકિસ્તાનનાં સમર્થનમાં નારાઓ લગાવવાનો આરોપ છે. આ દેશદ્રોહી નારા કાલે 14 ફેબ્રુઆરીએ લગાવવામાં આવ્યા હતા જ્યારે પુલવામાં હુમલાનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી હતી. સમગ્ર દેશ આ પ્રસંગે ગમગીન હતો. વીડિયો વાયરલ થયા બાદ લોકો ગુસ્સામાં છે. કર્ણાટક પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા શનિવારે ત્રણેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી. કોલેજનાં પ્રિન્સિપાલ બસાવારાજ અનામીનું કહેવું છે કે, કોલેજે પોલીસેમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં ત્રણેય વિદ્યાર્થીઓનું નામ સામે આવ્યું. ત્રણેય વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરવામાં આવશે.
બેંગ્લુરૂ : કર્ણાટકનાં હુબલીનાં KLE એન્જિનીયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 3 કાશ્મીરી વિદ્યાર્થીઓ પર પાકિસ્તાનનાં સમર્થનમાં નારાઓ લગાવવાનો આરોપ છે. આ દેશદ્રોહી નારા કાલે 14 ફેબ્રુઆરીએ લગાવવામાં આવ્યા હતા જ્યારે પુલવામાં હુમલાનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી હતી. સમગ્ર દેશ આ પ્રસંગે ગમગીન હતો. વીડિયો વાયરલ થયા બાદ લોકો ગુસ્સામાં છે. કર્ણાટક પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા શનિવારે ત્રણેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી. કોલેજનાં પ્રિન્સિપાલ બસાવારાજ અનામીનું કહેવું છે કે, કોલેજે પોલીસેમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં ત્રણેય વિદ્યાર્થીઓનું નામ સામે આવ્યું. ત્રણેય વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરવામાં આવશે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણેય વિદ્યાર્થીઓ કાશ્મીરનાં રહેવાસી છે. ત્રણેયે પોતાની હોસ્ટેલ રૂમમાં પાકિસ્તાન પર લખાયેલા એક ગીતને ગણગણ્યું હતું અને પાકિસ્તાન ઝિંદાબાદ કહ્યું. આ ગીત ચાલુ થતા પહેલા પોતાને બાસિત તરીકે ઓળખ આપનારા એક યુવક કાશ્મીરી ભાષામાં કહે છે કે મારુ નામ બાસિત છે અને હું સોપોરનો રહેવાસી છું. આ મારા દોસ આમિર તાલિબ છે, અમે અહીં સારા છીએ. ઇંશાઅલ્લાહ ! તમે પણ ત્યાં મજામાં હશો. ફીકર કરવાની જરૂર નથી ત્યાર બાદ પાકિસ્તાનનાં વખાણ કરતા એક ગીત વગાડે છે જેને તે ગણગણતા જોવા મળે છે.
પોલીસનાં અનુસાર પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ત્રણેય વિદ્યાર્થીઓ શોપિયાનાં રહેવાસી છે અને કોલેજ મેનેજમેન્ટની ફરિયા બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. હુબલી ધારવાડનાં પોલીસ કમિશ્નર આર. દિલીપે કહ્યું કે, અમને માહિતી મળી હતી કે, KLE ઇંસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીનાં ત્રણેય વિદ્યાર્થીઓએ પાકિસ્તાનનાં સમર્થનમાં નારા લગાવ્યા હતા. તેમણે તેનો એક વીડિયો બનાવ્યો હતો જે વાઇરલ થઇ ગયો. ગોકુલ રોડ સ્ટેશનનાં ઇન્સપેક્ટરનાં નેતૃત્વમાં તત્કાલ એક ટીમ ઘટના સ્થળ પર મોકલવામાં આવી અને તેમની અટકાયત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube