કોલકાતા : લોકસભા ચૂંટણીમાં શરમજનક પરાજય બાદ તૃણમુલ કોંગ્રેસ હવે રાજ્યનાં પુરોહિતો દ્વારા હિંદુ કાર્ડ રમવાની તૈયારીમાં છે. હિંદુ મતદાતાઓનાં હૃદયમાં પોતાનું સ્થાન મજબુત કરવા માટે મમતા સરકાર પુરોહિતોને પેંશન આપવાની યોજનાની જાહેરાત કરી શકે છે. જેના સંકેત શુક્રવારે મમતા બેનર્જી સરકારમાં મંત્રી રાજીવ બેનર્જીએ આપ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી રાજીવ બેનર્જીએ શુક્રવારે તમામ પુરોહિતો સાથે મુલાકાત કરીને તેમને આશ્વાસન આપ્યું કે ઝડપથી તેમના પેંશનની વ્યવસ્થા કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનો ધુંધવાટ યથાવત: સમજોતા એક્સપ્રેસ બાદ લાહોર બસ સેવા અટકાવી
મુલાકાત બાદ તેમણે ક્હયું કે, તૃણમુલ કોંગ્રેસ સનાતન બ્રાહ્મણ ટ્રસ્ટ નામના સંગઠનને મજબુત કરવા માંગે છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં રહેતા બ્રાહ્મણો લાંબા સમયથી પેંશનની માંગ કરી રહ્યા હતા. આ યોજનાને ચાલુ કરવા માટેના પાસાઓ રાજ્યનાં તમામ બ્રાહ્મણોનાં ઓળખપત્ર ઇશ્યું કરવા પડશે. આ ઉપરાંત બેઘર બ્રાહ્મણોને રહેવા માટે મકાન પણ આપવામાં આવશે. જિલ્લાઓમાં સંસ્કૃત કોલેજનું નિર્માણ કરાવવું પડશે અને પુરોહિતોનાં સ્વાસ્થ વિમા પણ આપવામાં આવશે. વૃદ્ધ પુરોહિતોને પેંશન આપવાનું પ્રાવધાન કરવામાંઆવશે. જ્યારે આ કવાયત દરમિયાન ભગવાનનું નામ લેવાથી સંગઠન હજી પણ ભાગી રહ્યું છે.


31 ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બનશે કેન્દ્રશાસિત પ્રદેશ, રાષ્ટ્રપતિની મંજૂરી
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી AIIMS માં દાખલ, PM મોદી-શાહ સહિત વરિષ્ઠ નેતાઓ હાજર
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ભાજપે કોલકાતામાં એક પુરોહિત સમ્મેલનનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ આજે તૃણમુલે આ પ્રકારનો નિર્ણય લઇ લીધો. બીજી તરફ તૃણમુલે આ પગલા મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચા કરી છે કે રાજનૈતિક ઉદ્દેશ્યોને પુર્ણ કરવા માટે તૃણમુલ સનાનત બ્રાહ્મણ ટ્રસ્ટને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શ્રીરામ બોલવાનાં મુદ્દે મમતા સરકાર ઘેરાઇ ચુકી છે.