હિસાર (રોહિતકુમાર): હરિયાણાના હિસાર જિલ્લામાં મંગળવારે મોડી રાતે એક દર્દનાક અકસ્માતમાં 5 મજૂરોના મોત થયા. જિલ્લામાં એક ફ્લાયઓવરનું સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામ કર્યાં બાદ ફૂટપાથ પર સૂઈ રહેલા મજૂરો પર કારચાલકે ગાડી ચડાવી દીધી. આ અકસ્માતમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કોંગ્રેસ પાસે MPમાં 230માંથી 200 બેઠકો જીતવાની તક હતી, પરંતુ ગુમાવી દીધી'


મળતી માહિતી મુજબ મોડી રાતે ફ્લાઈઓવરનું કામ પૂરું કર્યા બાદ થાકીને મજૂરો ફૂટપાથ પર જ સૂઈ ગયાં. થોડા સમય બાદ પૂરપાટ ઝડપે કાર આવી અને સૂતેલા મજૂરોને કચડી નાખ્યાં. મજૂરોને કચડ્યા બાદ કાર 70 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ખાબકી. આ દરમિયાન પુલ પરથી જ પસાર થઈ રહેલી આર્ટિકા કાર રસ્તા પર ફેલાયેલા તેલના ડ્રમો અને ઊભેલી મશીન સાથે ટકરાઈ ગઈ. 


અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. અકસ્માત અંગે જાણકારી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મોડી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસની છે. અકસ્માતમાં જે લોકોના મોત થયા છે તેમાંથી મોટાભાગના બિહારના રહીશ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...