નવી દિલ્હીઃ હવે મહિલાઓને પણ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) માં પ્રવેશ મળી શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે, તેણે મહિલાઓને એનડીએ દ્વારા સેનામાં સ્થાયી કમિશન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે તેના પર ખુશી વ્યક્ત કરતા સરકારને લેખિતમાં એફિડેવિડ દાખલ કરવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી એનડીએના દરવાજા યુવતીઓ માટે બંધ રહ્યાં છે. અહીં માત્ર યુવકોને પ્રવેશ મળતો હતો. તેને ભેદભાવ જણાવતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ હતી. 18 ઓગસ્ટે કોર્ટે આ આદેશ આપ્યો હતો કે આ વર્ષે યોજાનારી એનડીએની પ્રવેશ પરીક્ષામાં યુવતીઓને પણ સામેલ કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે પ્રવેશ પર અંતિમ નિર્ણય બાદમાં કરવામાં આવશે. 


આજે મામલાની સુનાવણી શરૂ થતા એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ કોર્ટને કહ્યું- હું એક સારા સમાચાર આપવા ઈચ્છુ છું. સરકારે કાલે નિર્ણય લીધો છે કે યુવતીઓને એનડીએ અને નેવલ એકેડમીમાં પ્રવેશ મળશે. પરંતુ અમે વિનંતી કરવા ઈચ્છીએ છીએ કે આ વર્ષની પરીક્ષાને લઈને યથાસ્થિતિ બની રહે. આ પરીક્ષાનું આયોજન જૂનમાં થવાનું હતું જેને કોરોનાને કારણે સ્થગિત કરી દીધું હતું. પરીક્ષામાં આ વર્ષે ફેરફારથી ખુબ સમસ્યા આવશે. 


આ પણ વાંચોઃ અમિત શાહ સાથે મુલાકાત બાદ ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામુ, UPમાં ચૂંટણી લડવાની અટકળો


2 જજોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા જસ્સિસ સંજય કિશન કૌલે સરકારના નિર્ણયની પ્રશંસા કરતા કહ્યુ- અમને ખુશી છે કે સેનાએ ખુદ આ દિશામાં પહેલ કરી છે. સેનાનું સન્માન છે, પરંતુ તેને લૈંગિક સમાનતાને લઈને ઘણું બધુ કરવાની જરૂર છે. મહિલાો જે ભૂમિકા નિભાવી રહી છે, તેના મહત્વને સમજવું જોઈએ. જો આ નિર્ણય પહેલા લઈ લેવામાં આવ્યો હોત તો અમારે કોઈ આદેશ આપવાની જરૂર પડત નહીં. કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલને કહ્યુ કે, સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણય પર લેખિત એફિડેવિડ દાખલ કરો. 


જજોએ આ વર્ષની પરીક્ષામાં કોઈ ફેરફાર ન કરવા પર વિચારનો સંકેત આપતા કહ્યુ- તમે 20 સપ્ટેમ્બર સુધી એફિડેવિડ દાખલ કરી જણાવે છે કે અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાને લઈને શું કરવામાં આવી રહ્યું છે. અમે 22 સપ્ટેમ્બરે આગામી સુનાવણી કરીશું. ત્યાં સુધી તમારી વિનંતી પર વિચાર કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube