અમિત શાહ સાથે મુલાકાત બાદ ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામુ, UPમાં ચૂંટણી લડવાની અટકળો

રાજ્યપાલના સચિવ બૃજેશ કુમાર સંતે રાજીનામાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેમણે પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યુ છે, જેનો હજુ સ્વીકાર થયો નથી. 
 

અમિત શાહ સાથે મુલાકાત બાદ ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામુ, UPમાં ચૂંટણી લડવાની અટકળો

દેહરાદૂનઃ ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. મૌર્યએ બે દિવસ પહેલા નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમના રાજીનામા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફથી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે કે પછી તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી મેદાનમાં ઉતરી શકે છે. 

રાજ્યપાલના સચિવ બૃજેશ કુમાર સંતે રાજીનામાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેમણે પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યુ છે, જેનો હજુ સ્વીકાર થયો નથી. 

1956માં જન્મેલા બેબી રાની મૌર્ય ઓગસ્ટ 2018માં કૃષ્ણ કાંત પોલની જગ્યાએ ઉત્તરાખંડના રાજ્યપાલ બન્યા હતા. અહીંના રાજ્યપાલ બન્યા પહેલા તેઓ 1995થી 2000 સુધી આગરાના મેયર રહી ચુક્યા છે. મૌર્યા ઉત્તરાખંડના બીજા મહિલા રાજ્યપાલ હતા. આ પહેલા માર્ગરેટ અલ્લા ઓગસ્ટ 2009થી મે 2012 સુધી ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચુક્યા છે. મૌર્યાના રાજીનામાની સાથે ઉત્તરાખંડના આગામી રાજ્યપાલ કોણ હશે, તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

આ પહેલાં આજે ભાજપે ઉત્તર પ્રદેશ સહિત 5 ચૂંટણી રાજ્યો માટે ચૂંટણી પ્રભારીની જાહેરાત કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને યૂપીના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુર, સરોજ પાન્ડેય, અર્જુન રામ મેઘવાલ, શોભા કરંજલાજે, કેપ્ટન અભિમન્યુ, અનપૂર્ણા દેવી અને સાંસદ વિવેક ઠાકુરને યૂપી ચૂંટણીના સહ-પ્રભારી હશે. ઉત્તરાખંડમાં કેબિનેટ મંત્રી પ્રહ્લાદ જોશીને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. સહ-પ્રભારીના રૂપમાં લોકસભા સાંસદ લોકેટ ચેટર્જી અને રાષ્ટ્રીય પ્રવક્તા સરદાર આરપી સિંહ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news