208 કિલોની તલવારથી લડતા હતા આ હિંદૂ રાજા, જેમની મોત પર પોક મૂકીને રોયો હતો અકબર!
ભારતના આ મહાન હિંદૂ રાજાની મોત પર પોંક મુકીને રોયો હતો તેમનો દુશ્મન અકબર. ભારતના આ મહાન રાજા જેવો રાજ પછી આ દેશમાં ક્યારેય થયો નથી. આ રાજા જેવી શક્તિ પણ કોઈ રાજામાં નહોતી...વીરતાનું જીવંત પ્રતિક હતા આ મહાન રાજા.
ઝી બ્યૂરો, અમદાવાદઃ 9 મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો જન્મ. અહીં વાત થઈ રહી છે ભારતના એ રાજાની જેનાથી ફફડતી હતી દુનિયા. અહીં વાત થઈ રહી છે ભારતના સૌથી શુરવીર રાજાની. અમે વાત કરી રહ્યાં છીએ શૌર્ય અને વીરતાના પ્રતિક એવો મહારાણા પ્રતાપની. જે 72 કિલોનું લોખંડનું બખતર તેઓ રોજ છાતી પર પહેરીને જતા હતા. આ રાજા હંમેશા 81 કિલોનો ભાલો અને 208 કિલોની તલવાર સાથે લઈને જતા હતા.
એકવાર તેમણે યુદ્ધ દરમિયાન તલવારને એક જ ઘામાં દુશ્મન સમિત તેના અશ્વના પણ બે ટુકડા કરી દીધાં હતાં. રાજાને બચાવવા માટે તેમના અશ્વ ચેતકે 26 ફૂટ ઉંચાઈ અને લંબાઈની છલાંગ લગાવીને ખીણ પાર કરી હતી. 18 જૂન 1576ના રોજ મુગલ સેના અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થયું. જે કોઈ નિર્ણાયક પરિણામ વિનાજ સમાપ્ત થઈ ગયું.
29 જાન્યુઆરી 1597માં થયું હતું મહારાણા પ્રતાપનું નિધન. મહારાણા પ્રતાપના મૃત્યુ પર તેમનો દુશ્મન અકબર પર રોયો હતો. અકબરે પણ મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું નહીં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને જે ધરતી પર મહારાણા પ્રતાપ યુદ્ધ લડ્યા હતા તે ધરતી એટલેકે, ભારતથી હલ્દીઘાટીની માટ્ટી મંગાવી હતી. અકબરની આધીનતા સ્વીકારવાનો મહારાણા પ્રતાપે કર્યો હતો ઈનકાર. જીવિત રહેવા માટે ઘાસ અને રોટલી ખાતા હતા મહારાણા પ્રતાપ.