ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ 1997માં કોંગ્રેસના બહારથી સમર્થન સાથે આઈ.કે. ગુજરાલે વડાપ્રધાન પદે શપથ લીધા. તેઓ યુનાઈટેડ ફ્રન્ટ ગઠબંધનની સરકારના દેવેગૌડા પછી બીજા વડાપ્રધાન બન્યા, પરંતુ તેમને અત્યંત પાતળું સમર્થન હતું અને સાથી પક્ષો દ્વારા વારંવાર ટેકો પાછી ખેંચી લેવાની ધમકી મળતી રહેતી હતી. ચારા કૌભાંડમાં બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કર્યા બાદ તેમની સરકાર ડામાડોળ સ્થિતિમાં જ ચાલતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારને પાડી દેવાનું અંતિમ કામ કોંગ્રેસે કર્યું જ્યારે તેમણે યુનાઈટે ફ્રન્ટ સરકારમાં ભાગીદાર ડીએમકેના કરુણાનિધી સામે પગલા લેવાની માગ કરી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની તપાસ માટે નિમવામાં આવેલા જૈન કમિશનના રિપોર્ટમાં બહાર આવ્યું કે, ડીએમકેના શ્રીલંકાના LTTE સાથે સંબંધો છે, જેણે રાજીવ ગાંધીની હત્યા કરી હતી. 5,280 પાનાંનો આ રિપોર્ટ આવી ગયા બાદ બે સપ્તાહ સુધી કોંગ્રેસે સંસદનું કાર્ય ચાલવા દીધું નહીં અને ડીએમકે સામે કાર્યવાહીની માગ કરતા રહ્યા. આઈ.કે. ગુજરાત કાર્યવાહી કરવા અસમર્થ રહેતાં કોંગ્રેસે બીજી વખત યુનાઈટેડ ફ્રન્ટ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને દેશમાં માત્ર બે વર્ષમાં જ ફરીથી ચૂંટણી આવી ગઈ. 


1998ની લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો. 1996માં સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવેલી ભારતીય જનતા પાર્ટી, બે વર્ષ સુધી સત્તામાં રહેલા યુનાઈટેડ ફ્રન્ટ ગઠબંધન અને કોંગ્રેસ(આઈ) કે જે આ બંને પાર્ટીનો વિરોધ કરતી હતી, તેમના વચ્ચે 1998ની ચૂંટણી લડાઈ હતી. 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1996ની ચૂંટણી પછી બદલાયા ત્રણ વડાપ્રધાન 


છેલ્લા બે વર્ષમાં ગઠબંધન સરકારમાં જે સ્થિતિ જોવા મળી તેને ધ્યાનમાં રાખીને દરેક પક્ષોએ મતદારોને એમ કહીને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો કે, દેશમાં સ્થિરતા અને આર્થિક મજબૂતી માટે એક બહુમતિવાળી સરકાર હોવી જરૂરી છે. 


ભારતીય જનતા પાર્ટીએ જો તે સત્તામાં આવશે તે જે ઓછું મહત્વ ધરાવતા વિસ્તારમાં સીધું વિદેશી રોકાણ લાવી આપવાની ખાતરી આપી, જેની સામે કોંગ્રેસે દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે વિદેશી રોકાણ શા માટે જરૂરી છે તેના પર ભાર મુક્યો હતો. કોંગ્રેસને ભાજપ તરફથી મજબૂત પડકાર મળી રહ્યો હતો, આથી તેમણે પાર્ટીને સત્તામાં લાવવા માટે સોનિયા ગાંધીને રાજકારણમાં આવવા માટે રાજી કરી લીધા. 


લોકસભા ચૂંટણી 2019: જૂઓ કયા જાણીતા ચહેરા આ ચૂંટણીમાં જોવા નહીં મળે 


1998ની લોકસભા ચૂંટણી
જોકે, 1998ની ચૂંટણીમાં ફરી વખત એક પણ પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યો નહીં અને ફરીથી હંગ સંસદની સ્થિતિ પેદા થઈ. ભાજપ 182 બેઠક પર વિજય સાથે સૌથી મોટી પાર્ટી બની. કોંગ્રેસને સોનિયા ગાંધીની સહાનુભુતિની લહેરનો પણ પાયદો થયો નહીં અને 141 બેઠક પર વિજય મેળવ્યો. સીપીઆઈ(એમ) તેની 1996ની ચૂંટણીની 32 સીટોનો આંકડો જાળવી શકી, પરંતુ સીપીઆઈનો માત્ર 9 બેઠક પર વિજય થયો. 


11મી લોકસભામાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ 11 બેઠક જીતીને પોતાની મજબૂત હાજરી બતાવી હતી. જોકે, 1998ની ચૂંટણિમાં પાર્ટી ઉત્તરપ્રદેશમાં 4 અને હરિયાણામાં માત્ર 1 સીટ પર જ જીતી શકી. આમ, યુનાઈટેડ ફ્રન્ટના ગઠબંધન કે જેમાં સ્થાનિક પક્ષો, ડાબેરીઓ અને નાની પાર્ટીઓ સામેલ હતી તેમની મળીને કુલ 97 સીટ થઈ હતી. 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1951-1952ની પ્રથમ ચૂંટણી લડનારા પક્ષો અને સ્થિતિ


કુલ 4,750 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી 1493 રાષ્ટ્રીય પક્ષોના હતા, 471 રાજ્ય કક્ષાની પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ ઉપરાંત, 1915 અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું, પરંતુ તેમાંથી માત્ર 6 ઉમેદવાર જ વિજેતા બની શક્યા હતા. 


લોકસભા ચૂંટણી 2019: જાણો દેશના કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે 


13નો અપશુકનિયાળ આંકડો
જોકે, અટલ બિહારી વાજપેયી માટે 13નો અંક અત્યંત અપશુનિયાળ હોય એવું સાબિત થયું. 1996માં તેમણે જ્યારે પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે શપથ લીધાના માત્ર 13 દિવસમાં જ બહુમત પ્રાપ્ત ન થતાં તેમને રાજીનામું આપી દેવું પડ્યું હતું. આ વખતે, તેમની ટેકાવાળી સરકાર માત્ર 13 મહિના સુધી સત્તાસુત્રો સંભાળી શકી અને પછી તેમને રાજીનામું આપી દેવું પડ્યું હતું. 


લોકસભા ચૂંટણી 2019:  જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ અને મતદારો વિશે


માત્ર 1 મતના કારણે પડી ગઈ સરકાર
ઓલ ઈન્ડિયા દ્રવીડ મુનેત્ર કઝગમ(AIADMK) સરકારને આપેલા સમર્થન દરમિયાન ગઠબંધન સરકારને સતત ધમકી આપી રહી હતી કે તમિલનાડુ સરકાર દ્વારા તેમની સામે જે અપરાધીક કેસો દાખલ કરાયા છે તે પાછા નહીં ખેંચાય તો તે ટેકો પાછો ખેંચી લેશે. ભાજપના નેતૃત્વવાળી સરકાર પ્રથમ વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતી ત્યાં જ AIADMKના સાંસદોએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને સરકારને લોકસભામાં બહુમત સાબિત કરવાની નોબત આવી. દરેકની નજર સરકાર પર ટકેલી હતી કે તે બહુમત સાબિત કરશે કે નહીં અને વાજપેયી સરકારને ગૃહમાં બહુમતિ માટે જરૂરી 270માંથી 269 વોટ મળ્યા અને માત્ર 1 વોટ માટે થઈને સરકાર પડી ગઈ. 


લોકસભા ચૂંટણી 2019: છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં થયેલી ઉથલપાથલ અને સત્તા પરિવર્તન 


વાજપેયીએ પૂર્ણ બહુમત સાથે ચૂંટાવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ
માયાવતીની બહુજન સમાજ પાર્ટીના 5 સાંસદો કે જેમણે ભાજપને ગૃહમાં સમર્થન આપવાનું વચન આપ્યું હતું, તેણે અચાનક જ ગૃહમાં કોંગ્રેસના ઈશારે મત આપ્યો નહીં. સરકારને પાટી દેવાના કોંગ્રેસના કાવતરા સામે અટલ બિહારી વાજપેયીએ તેમના આક્રમક ભાષણમાં જણાવ્યું કે, 80 કરોડ ભારતીય આ જોઈ રહ્યા છે અને તેમને જે એક મત મળ્યો નથી તેનો જવાબ આગામી ચૂંટણીમાં આપશે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....