લોકસભા ચૂંટણી 2019: જાણો દેશના કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે
ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે, જે મુજબ સમગ્ર દેશમાં 11 એપ્રિલથી 19 મે, 2019 દરમિયાન 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે, દેશના દરેક રાજ્યમાં વસતી પ્રમાણે લોકસભાની સીટ ફાળવવામાં આવેલી છે
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા રવિવારે લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દેવાઈ છે. દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને 23 મે, 2019ના રોજ પરિણામ જાહેર કરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 17મી લોકસભાની રચના માટે 7 તબક્કામાં 11 એપ્રિલથી 19 મે, 2019 સુધી ચૂંટણી યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ સમગ્ર દેશમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ તવાથી સરકાર કોઈ એવો નીતિનગત નિર્ણય લઈ શકશે નહીં જેનાથી મદતારોને પ્રભાવિત કરી શકાય. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 27 મે, 2019 સુધી સંપન્ન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલચંદ્રા સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, દેશની 543 લોકસભા સીટ પર યોજાનારી ચૂંટણીમાં આ વખતે દરેક મતદાન કેન્દ્ર પર VVPAT EVM મશીનનો ઉપયોગ કરાશે. આ અગાઉ દરેક સીટના કોઈ એક મતદાન કેન્દ્ર પર ઈવીએમની સાથે VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. VVPAT દ્વારા મતદાન કરતાં મતદાર એ જાણી શકે છે કે તેણે આપેલો વોટ કોને મળ્યો છે.
વર્ષ 2014નું લોકસભા ચૂંટણી પરિણામ
પક્ષ બેઠક
ભાજપ 282
કોંગ્રેસ 44
AISDMK 37
બીજુ જનતા દળ 20
ટીડીપી 16
તૃણમુલ કોંગ્રેસ 34
શિવસેના 18
ટીઆરએસ 11
અન્ય પક્ષો 71
લોકસભાની રચના
લોકસભામાં સીધી ચૂંટણી દ્વારા લોકપ્રતિનિધિ ચૂંટવામાં આવે છે. વર્તમાનમાં બંધારણ દ્વારા લોકસભામાં કુલ 552 સીટ નક્કી કરવામાં આવી છે. જેમાં 530 સભ્યો રાજ્યોમાંથી ચૂંટાઈને પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 20 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા એગ્લો-ઈન્ડિયન સમુદાયના બે સભ્યોને નામાંકિત કરવામાં આવતા હોય છે. રાજ્યોમાં વસતીના આધારે સંસદીય સીટની ફાળવણી કરવામાં આવે છે.
ભારતમાં સૌથી વધુ લોકસભા બેઠક ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ છે, જ્યાં 80 સંસદીય બેઠક આવેલી છે. જ્યારે સૌથી ઓછી સંસદીય બેઠક મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં 1 સંસદીય બેઠક છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ સંસદીય બેઠક હોવાને કારણે મોટાભાગના રાજ્યકીય પક્ષો આ રાજ્ય પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરતા હોય છે.
સરકાર બનાવવા માટે 550માંથી કોઈ પણ એક પક્ષે ઓછામાં ઓછી 273 બેઠક પર વિજય મેળવવાનો હોય છે. એટલે કે, કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સંસદમાં 273 બેઠક જીતવી જરૂરી છે. વડા પ્રધાન પદ માટે ઉમેદવારની પસંદગી ચૂંટાયેલા પક્ષના સાંસદોની બેઠકમાં કરવામાં આવતી હોય છે.
કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટ
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | લોકસભા સીટ |
---|---|
આંધ્રપ્રદેશ | 25 |
અરૂણાચલ પ્રદેશ | 2 |
આસામ | 14 |
બિહાર | 40 |
છત્તીસગઢ1 | 11 |
ગોવા | 2 |
ગુજરાત | 26 |
હરિયાણા | 10 |
હિમાચલ પ્રદેશ | 4 |
જમ્મુ અને કાશ્મિર | 6 |
ઝારખંડ | 14 |
કર્ણાટક | 28 |
કેરળ | 20 |
મધ્યપ્રદેશ | 29 |
મહારાષ્ટ્ર | 48 |
મણીપુર | 2 |
મેઘાલય | 2 |
મિઝોરમ | 1 |
નાગાલેન્ડ | 1 |
ઓડિશા | 21 |
પંજાબ | 13 |
રાજસ્થાન | 25 |
સિક્કીમ | 1 |
તમીલનાડુ | 39 |
તેલંગાણા | 17 |
ત્રીપુરા | 2 |
ઉત્તર પ્રદેશ | 80 |
ઉત્તરાખંડ | 5 |
પશ્ચિમ બંગાળ | 42 |
આંદમાન અને નિકોબાર | 1 |
ચંડીગઢ | 1 |
દાદરા-નગર હવેલી | 1 |
દમણ અને દીવ | 1 |
લક્ષદ્વીપ | 1 |
NCT દિલ્હી | 7 |
પોડુચેરી | 1 |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે