ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ 1967ની લોકસભા ચૂંટણી ભારતી લોકશાહીમાં અસંખ્ય પરિવર્તન લાવનારી રહી હતી. 1960નો દાયકો ભારત દેશ માટે અત્યંત કપરો રહ્યો હતો. ભારતે ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ લડ્યું, જવાહર લાલ નેહરુનું મૃત્યુ અને ઈન્દિરા ગાંધીનો ઉદય, હરિત ક્રાંતિએ તેના પરિણામ દેખાડવાના હજુ શરૂ કર્યા હતા, દક્ષિણના રાજ્યોમાં હિન્દી વિરોધી જુવાળ ફૂટ્યો હતો અને નક્સલવાદે પણ તેના ચિન્હો દેખાડવાના શરૂ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1962 અને 1967ની ચૂંટણી વચ્ચેના સમયગાળામાં ભારત પર જાણે કે મુસિબતો પહાડ તુટી ગયો હતો. તેને ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને નીતિઓ પર નવેસરથી વિચારવાની ફરજ પડી હતી. 


ચીને ભારત સાથે જે પ્રકારને દગો કર્યો તેનાથી નેહરુની ડિપ્લમેટિક નીતિઓ સામે પ્રશ્નો ઊભા થવા લાગ્યા હતા. ચીને ભારત સાથે કરેલા કરારોનો ભંગ કરીને સરહદમાં ઘુસણખોરી કરી અને છેવટે યુદ્ધ કર્યું. તેના બે વર્ષ પછી નેહરુનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું. કોંગ્રેસમાં પ્રથમ વખત નેતૃત્વ ક્ષેત્રે શૂન્યાવકાશ સર્જાયો. નેહરુનું વડા પ્રધાન પદનું સ્થાન લાલ બહાદ્દુર શાસ્ત્રીએ લીધી. તેઓ દેશના બીજા વડા પ્રધાન બન્યા. જોકે, પાર્ટીમાં કેટલાક લોકો એમ માનતા હતા કે મોરારજી દેસાઈને વડા પ્રધાન બનાવવામાં આવે. કેટલાક ઈન્દિરા ગાંધીને ગાદીએ બેસાડવા માગતા હતા. 


લાલ બહાદ્દુર શાસ્ત્રીને વડા પ્રધાન બને હજુ એક વર્ષ માંડ થયું હતું ત્યાં 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ લડવું પડ્યું. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં સેના ખડકી હતી, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો. તેમ છતાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેટલાક હિસ્સા પર કબ્જો જમાવી લીધો. જે આજે પણ ભારત માટે મુદ્દો અને સમસ્યા બનેલું છે. આજે જેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં જ્યારે આ મુદ્દો ગયો ત્યારે તેણે પણ પાકિસ્તાનને તેણે કબ્જે કરેલા કાશ્મીર પર હક જાળવી રાખવા કહ્યું.


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1951-1952ની પ્રથમ ચૂંટણી લડનારા પક્ષો અને સ્થિતિ


'તાશકંદ ડિક્લેરેશન' સાથે ભારત-પાક. યુદ્ધનો અંત આવ્યો. તેના થોડા સમય બાદ જ હૃદયરોગના હુમલામાં વડા પ્રધાન શાસ્ત્રીનું અવસાન થઈ ગયું. ગુલઝારીલાલ નંદાને વડા પ્રધાન બનાવાયા અને ઈન્દિરા ગાંધીને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. 


આ બે યુદ્ધ ઉપરાંત દેશમાં નક્સલવાદે પણ ઘરેલુ સ્તરે નવા પડકાર ઊભા કરી દીધા હતા. દેશમાં હરિત ક્રાંતિ હોવા છતાં પણ ખાદ્ય ચીજ-વસ્તુઓ ખુટી પડી. આ ઉપરાંદ મદ્રાસમાં હિન્દી વિરોધી ચળવળની પણ શરૂઆત થઈ. સાથે જ દેશમાં આર્થિક મંદીના ઓછાયા પણ ભારતને પ્રભાવિત કરતા હતા. 


1967 લોકસભા ચૂંટણીમાં રાજ્યોની સ્થિતિઃ 
1967ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 27 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં હતા. જે નીચે મુજબ છે. 
આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, મદ્રાસ, મહારાષ્ટ્ર, મૈસુર, નાગાલેન્ડ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, આંદમાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દિલ્હી, ગોવા, દમણ અને દીવ, હિમાચલ પ્રદેશ, લક્ષ્યદ્વીપના ટાપુઓ, મણિપુર, પોડુચેરી, ત્રિપુરા.


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1957ની બીજી લોકસભા ચૂંટણીમાં નેહરુનો દબદબો


1962-67 દરમિયાન બનેલા રાજ્ય
1962 : પોન્ડીચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો 
1963 : નાગાલેન્ડ
1966: હરિયાણા
1967 : જમ્મુ-કાશ્મીરમાં 1967માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી યોજાઈ
1967 : આંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપના સાંસદો 1967માં ચૂંટાયા
1966 : ચંદીગઢની કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે રચના. 
1967 : ગોવાએ પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો. 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ  1962ની ચૂંટણીમાં નેહરુ રહ્યા વિજેતા 


1967ની ચૂંટણીનું પરિદૃશ્ય 
1967ની લોકસભા ચૂંટણી પહેલા દેશને 4 વડા પ્રધાન મળી ચૂક્યા હતા. આ ચૂંટણીમાં કુલ 520 લોકસભા સીટ બની હતી, જે છેલ્લી ચૂંટણી કરતાં 26 વધારે હતી. તેમાંથી 77 બેઠક એસસી માટે અને 37 બેઠક એસટી માટે અનામત રાખવામાં આવી હતી. 


આઝાદીના બે દાયકા બાદ ભારતે એક જવાબદાર લોકશાહી દેશ બનવા માટે ઘણા બધા પગલા લીધા હતા. જોકે, તેની સાથે-સાથે નવી-નવી સમસ્યાઓ પણ જન્મી હતી. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રભુત્વ દેશમાં ઘટતું ગયું હતું. પાર્ટીની અંદર પણ આંતરિક વિખવાદ શરૂ થયો હતો. આ સાથે જ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ કેટલીક નવી અને મજબૂત પાર્ટીઓનો જન્મ થયો હતો. 


ભારતમાં આર્થિક મંદીના વમળ
1967ની લોકસભા ચૂંટણી પહેલા ભારત માટે સૌથી મોટી સમસ્યા દેશમાં આવેલી આર્થિક મંદી હતી. ભારતનો વિકાસ દર જે સરેરાશ 5.6 ટકા રહેતો હતો તે ઘટીને 2.4 ટકા પર આવી ગયો હતો. તેમ છતાં ભારતીય ચૂંટણી પંચે વધુને વધુ લોકોને મતદાન માટે આવરી લેવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા. 


લોકસભા ચૂંટણી 2019: જાણો દેશના કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...