Holi 2023: હિન્દુ ધર્મમાં રંગ અને ઉમંગનો તહેવાર હોળીનું ખુબ મહત્વ છે. પંચાગ મુજબ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળી ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવો જાણીએ હોલિકા દહનની તારીખ અને ક્યારે ધૂળેટી રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચાંગ જોઈએ તો ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 6 માર્ચ 2023ના રોજ સાંજે 04.17 કલાકે શરૂ થશે, બીજા દિવસે 7 માર્ચ 2023ના રોજ સાંજે 06.09 કલાકે સમાપ્ત થશે. હોલિકા દહન આ વર્ષે 7 માર્ચ 2023ના રોજ છે. આ દિવસે હોલિકા દહનનો શુભ સમય 06:31 થી 08:58 સુધીનો રહેશે. 


આ વર્ષે રંગવાલી હોળી 8 માર્ચ 2023ના રોજ રમાશે. રંગવાલી હોળીને ધુળેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ભાઈચારા અને સમાનતાનું પ્રતિક છે. આ દિવસે ફરિયાદોને બાજુ પર રાખીને, દરેક વ્યક્તિ એકબીજાને રંગો લગાવે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે. હોલિકા દહનના દિવસે, તેની વિધિવત પૂજા કરવામાં આવે છે અને હોલિકાની આસપાસ ત્રણ કે સાત પરિક્રમા કરવામાં આવે છે. હોલિકા દહનનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે.


દર વર્ષે હોળીના થોડા દિવસો પહેલાં, મથુરા અને બ્રજમાં લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે. લઠમાર હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. આ વખતે 28 ફેબ્રુઆરી 2023ના રોજ લઠમાર હોળી રમાશે. દ્વાપર યુગમાં રાધા-કૃષ્ણ લઠમાર હોળી રમતા હતા, આ પરંપરાનું આજ સુધી પાલન કરવામાં આવે છે. આમાં ગોપીઓ (સ્ત્રીઓ) નંદગાંવથી આવતા ગોવાળો (પુરુષો)ને લાકડીઓ વડે માર મારે છે અને પુરુષો ઢાલની મદદથી ભાગવાનો પ્રયાસ કરે છે.


જયલલિતાએ આખુ જીવન એક જ રંગની સાડી પહેરી, જાણો તેમના વિશે અજાણી વાતો


કરોડો SBI ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર, શું તમને પણ મળ્યો છે આ મેસેજ? 


આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી માટે થઈ જાઓ તૈયાર, 5 દિવસમાં આટલે સુધી પહોંચી જશે તાપમાન


હોળીનું ધાર્મિક મહત્વ
હિન્દુ ધર્મની માન્યતા મુજબ હોળીનો સંબંધ હોલિકા અને પ્રહલાદની કથા સાથે છે. એવી માન્યતા છે કે આ દિવસે જ્યારે ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્તને બાળીને ખતમ કરવા માટે હોલિકા અગ્નિમાં બેઠી તો શ્રી હરિની કૃપાથી પ્રહલાદને કઈ થયું નહીં અને તે બચી ગયો પરંતુ હોલિકા તે જ આગમાં બળીને ભસ્મ થઈ ગઈ. હિન્દુ માન્યતા મુજબ પૌરાણિક કાળમાં હોળીના 8 દિવસ પહેલા જ પ્રહલાદને યાતનાઓ આપવાનું શરૂ કર્યું હતું. આથી હોલિકા દહનના આઠ દિવસ પહેલા હોળાષ્ટક લાગે છે. જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે.  આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ આઠ દિવસ દરમિયાન બધા જ ગ્રહ અસ્ત અને રુદ્ર અવસ્થામાં હોય છે. તેથી તેઓ અશુભ ફળ પ્રદાન કરે છે. આજ કારણ છે કે આ આઠ દિવસ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. 


ક્યારે છે હોળાષ્ટક
હોળાષ્ટકના દિવસો અશુભ માનવામાં આવે છે અને આ દિવસો દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. આ વર્ષે હોળાષ્ટક 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 7 માર્ચ 2023 સુધી રહેશે. ત્યાર પછી મંગળવારે હોળીકા દહન થશે અને હોળાષ્ટક પૂર્ણ થશે. અને 8 માર્ચે ધુળેટી ઉજવાશે. જ્યોતિષશાસ્ત્રમાં હોળાષ્ટકના આઠ દિવસને અશુભ માનવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ હોય છે ગ્રહોની અશુભ સ્થિતિ અને પૌરાણિક કથાઓ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)