નવી દિલ્લીઃ છત્તીસગઢ સરકારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકડાઓઉન જાહેર કર્યું છે પરંતુ આ દરમિયાન સરકારે બીજો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં દારૂના ઓનલાઈન વેચાણને મંજૂરી આપી દિધી છે. છત્તીસગઢમાં ઓનલાઈન એપના માધ્યમથી દારૂની હોમ ડિલીવરી શરૂ થઈ ગઈ છે. આ પહેલા દિલ્લીમાં પણ લોકડાઉન દરમિયાન દારૂની વિવિધ કંપનીઓએ સરકારે પાસે દારૂની હોમ ડિલીવરીની મંજૂરી માગી હતી. મહારાષ્ટ્રમાં સરકારે લોકડાઉન લગાવ્યું ત્યારે દારૂની હોમ ડિલીવરીની મંજૂરી આપી દિધી છે. તો ચાલો આપને જણાવીએ ક્યાં થી થઈ શકે છે દારૂની હોમ ડિલીવરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. લિવીંગ લિક્વીડ્સ (LIVING LIQUIDS) : લિવીંગ લિક્વીડ્સ એપના માધ્યમથી આપ વિદેશીની સાથે સાથે દેશી બ્રાન્ડ્સનુ દારૂ પણ ઓર્ડર કરી શકો છો. જોકે આ એપથી દારૂ ઓર્ડર કરવા માટે આપની ઉંમર 25 વર્ષથી વધુ હોવી જરૂરી છે. આ એપ મુંબઈ, નવી મુંબઈ, થાને, પાલઘર, બેંગાલૂરુ જેવા શહેરોમાં દારૂની ડિલીવરી કરે છે. આ એપ આપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી પણ ડાનલોડ કરી શકો છો. આ સિવાય આપ કોલ, વ્હોટ્સએપ, વેબસાઈટ પર જઈને પણ ઓર્ડર કરી શકો છો.

2. હિપબાર: હિપબારને વર્ષ 2015માં દેશની પ્રથમ કાયદેસર દારની ડિલીવરી માટે લોન્ચ કરવામાં આવી હતી. આ એપના માધ્યમથી આપ બિયર, વ્હિસ્કી, રમ, ટકીલા, જિન, વાઈનની ડિલીવરી લઈ શકો છો. આ એપ આપ ગૂગલ પ્લે સ્ટોર કે પછી એપલ એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપની સર્વિસ કોલકાતા, હાવડા, સિલીગુડી, કટક, ભુવનેશ્વરમાં ઉપલ્બ્ધ છે. હિપબારમાં આપની આસપાસ દારૂની દુકાનોની પણ માહિતી આપવામાં આવે છે .

3. ઝોમેટો એક પ્રખ્યાત ફૂડ ડિલીવરી એપ છે પરંતુ શું આપ જાણો છો કે ઝોમેટોના માધ્યમથી દારૂ પણ ઓર્ડર કરી શકો છો. ઝોમેટો ભુવનેશ્વર, કોલકાતા, સિલીગુડી, ઝારખંડ, ઓડિસા અને પ.બંગાળમાં દારૂની ડિલીવરી કરે છે. અને ઓર્ડરના માત્ર 60 મિનિટમાં ડિલીવરી આપે છે.

4. BEER BOXને Abeer દ્વારા તૈયાર કરવામાં આવી છે. Yellow.chat મેસેન્જર, કોલ અને વ્હોટ્સએપના માધ્યમથી ઓર્ડર લેવામાં આવે છે. આ માટે આપે આપની મનપસંદ બ્રાન્ડને સિલેક્ટ કરવાની રહેશે. વેન્ડર આપને બ્રાન્ડની જાણકારી આપશે. આ એપના માધ્યમથી આપને 24 કલાકમાં દારૂની ડિલીવરી મળશે. જોકે આ સર્વિસ માત્ર મુંબઈમાં ઉપલ્બ્ધ છે.

5. ઝોમેટોની જેમ સ્વીગી પણ દારૂની ડિલીવરી કરે છે. સ્વીગી ભુવનેશ્વર, કોલકાતા, સિલીગુડી, ઝારખંડ, ઓડિસા અને પ.બંગાલમાં ડિલીવરી કરે છે. આ એપમાં આપને Wine Shop  કરીને અલગ ટેબ જોવા મળશે. તેનામાં લાયસન્સડ લીકર સ્ટોરનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તેમાંથી આપ ઓર્ડર પ્લેસ કરી શકો છો.

6. નેચર બાસ્કેટ એપના માધ્યમથી મુંબઈ, પુણે, બેંગાલૂરૂથી આપ દારૂ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. આ એપના માધ્યમથી આપ ઈમ્પોર્ટેડ, દેશી બ્રાન્ડનું લીકર ઓર્ડર કરી શકો છો. આ એપની સર્વિસ સવારે 10 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી છે.

7. આપ CSMCL Online Appથી પણ ઓર્ડર કરી શકો છો. આ માટે ગ્રાહકોને મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને એડ્રેસ આપવાનું રહેશે. આ તમામ માહિતી આપ્યા પછી ગ્રાહકોને દારૂની માહિતી આપવામાં આવશે. 15 કિમીની રેન્જમાં દારૂની ડિલીવરી આપવામા આવે છે. આ માટે ડિલીવરી ચાર્જ પણ લાગી શકે છે.


ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં દારૂબંધી છે. અને દારૂ પીવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આ જાણકારી માત્ર સમાચાર પુરતી જ આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube