કોલકાતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ બે દિવસના બંગાળ (West Bengal) પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી અને ઝી 24 ઘંટાના એડિટર અંજન બંદોપાધ્યાય સાથે બંગાળની રાજનીતિ પર એક્સક્લુઝિવ વાતચીત કરી. EXCLUSIVE વાતચીતમાં તેમણે કહ્યું કે. મમતા બેનરજી પરિવર્તન લાવવામાં નિષ્ફળ રહ્યા છે. દેશની જનતાને મોદીજી પર પૂરેપૂરો ભરોસો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ તેમણે કહ્યું કે બંગાળમાં પરિવર્તન નિશ્ચિત છે. દેશનો મૂડ બદલાઈ ચૂક્યો છે. બંગાળમાં પણ મૂડ બદલાશે. બંગાળમાં રાજનીતિક હિંસા કરનારા સુરક્ષિત નથી. હિંસાની તપાસ જેના જેના પર આવશે તેના પર કાર્યવાહી થશે. 


સોનાર-બાંગ્લાનું સપનું સાકાર થશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે બંગાળમાં તૃષ્ટિકરણનું રાજકારણ મમતા બેનરજીએ ચરમસીમાએ પહોંચાડી દીધુ છે. અમારી પહેલી પ્રાથમિકતા બંગાળમાં કાયદો-વ્યવસ્થા સુધારવાની છે. કમ્યુનિસ્ટોના કારણે બંગાળના રાજકારણમાં હિંસાની સંસ્કૃતિ જોવા મળી રહી છે. અમે પશ્ચિમ બંગાળમાં પૂરી સોચ સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. સોનાર બાંગ્લાનું સપનું સાકાર થશે. સોનાર-બાંગ્લાનો અર્થ દરેક યુવાઓને રોજગાર મળશે. 


Toolkit ષડયંત્ર પર ઈશારામાં PM મોદીએ કહ્યું- 'કેટલાક ભણેલા લોકો દુનિયામાં હિંસા ફેલાવે છે'


કાયદા વ્યવસ્થા પર ગંભીર સવાલ
બંગાળની કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભો કરતા ગૃહમંત્રીએ અમિત શાહે કહ્યું કે બંગાળમાં એવી હિંસા છે કે અહીં ગુંડા પણ ડરેલા છે પરંતુ જેમ જેમ ચૂંટણી આગળ વધશે  TMC ના ગુંડાઓએ પણ સુરક્ષા લેવી પડશે. તેમણે કહ્યું કે ગોળી-બંદૂક, ભાઈ ભત્રીજાવાદ બંગાળની સંસ્કૃતિ નથી. આ દરમિયાન તેમણે કહ્યું કે CAA દેશનો કાયદો છે,  બધી જગ્યાએ લાગુ થશે. કોઈ આંદોલન દેશમાં પરિવર્તનનો રસ્તો રોકી શકશે નહીં. શરણાર્થીઓને નાગરિકતા પર કોંગ્રેસનું વચન અમે પૂરું કર્યું છે. 70 વર્ષનું વચન અમે 1 વર્ષમાં પૂરું કર્યું છે. 


બંગાળ ચૂંટણીનો મુદ્દો શું?
બંગાળ ચૂંટણીનો મુદ્દો શું? આ સવાલના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંગાળ સંસ્કૃતિ ચૂંટણી મુદ્દો છે. કારણ કે અહીંની સંસ્કૃતિને નુકસાન થયું છે. ગોળી-બંદૂક, ભાઈ ભત્રીજાવાદ બંગાળની સંસ્કૃતિ રહી નથી. તેમણે કહ્યું કે મમતા બેનરજી મોટા નેતા છે, પરંતુ તેઓ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે.

જુઓ VIDEO



ભાજપને 200+ બેઠકો આવશે
ગૃહમંત્રી અમિત શાહે એકવાર ફરીથી બંગાળમાં જીતનો દાવો કરતા કહ્યું કે ભાજપને પશ્ચિમ બંગાળમાં 200થી વધુ બેઠકો મળશે. તેમણે કહ્યું કે 2019માં 20 સાંસદોની જીતના દાવા ઉપર પણ બધાને શંકા હતી. પરંતુ અમારું પ્રદર્શન બધાએ જોયું. બંગાળની જનતા ભાજપ સાથે છે. બંગાળમાં હવે ફક્ત એન્ટી-ભાજપ મતની વહેંચણી બાકી છે. બંગાળમાં ભાજપ પાસે તેના મતદારો આવી ચૂક્યા છે. મોદીજીની સ્પર્ધામાં હાલ કોઈ પણ નેતા આજુબાજુ નથી.


જય શ્રીરામ તૃષ્ટિકરણ વિરુદ્ધ
વાતચીતમાં અમિત શાહે કહ્યું કે બંગાળમાં તૃષ્ટિકરણની રાજનીતિ ખતમ થશે. તેમણે કહ્યું કે બંગાળની અંદર સુશાસન સ્થાપિત કરવું ભાજપનો ઉદ્દેશ્ય છે. મમતાના આરોપોના સવાલ પર કહ્યું કે ભાજપ પર સાંપ્રદાયિકતાનો આરોપ તો ઈન્દિરાજીના સમયે પણ લાગતો હતો. પરંતુ મમતાજીને પૂછવું જોઈએ કે બંગાળના લોકોને કેન્દ્રીય યોજનાનો લાભ કેમ મળતો નથી? જય શ્રીરામ પર મમતાની નારાજગીના સવાલ પર તેમણે કહ્યું કે જય શ્રીરામ રાજનીતિમાં તૃષ્ટિકરણ વિરુદ્ધ છે. જય શ્રીરામ કોઈ રાજનીતિક નારો નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube