નવી દિલ્હી: ભારતીય રાજકારણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 20 વર્ષ પૂરા થવા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તેમની પ્રશાંસા કરી છે. એક ઇન્ટરવ્યૂમાં ગૃહ મંત્રીએ કહ્યું અમે પીએમ મોદીના નેતૃત્વમાં સતત જીતી રહ્યા છીએ. સંગઠનમાં પીએમ મોદીના આવ્યા બાદ ભાજપ મજબૂત થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીના સાર્વજનિક જીવનના 3 ભાગ કરી શકાય છે. ભાજપમાં આવ્યા બાદ પહેલો કાળખંડ સંગઠનાત્મક કામનો હતો. બીજો કાળખંડ તેમના ગુજરાતના મુખ્યમંત્રિત્વ કાળનો હતો અને ત્રીજો કાળખંડ રાષ્ટ્રીય રાજનીતિમાં આવી તેઓ પ્રધાનમંત્રી બન્યા. આ ત્રણ કાળખંડ ખૂબજ પડકારજનક રહ્યાં. જ્યારે તેમને ભાજપમાં મોકલવામાં આવ્યા, તેઓ સંગઠન મંત્રી બન્યા તો તે સમયે ભાજપની સ્થિતિ યોગ્ય ન હતી.


ડ્રગ્સ કેસમાં 19 મી ધરપકડ, અરબાઝ મર્ચન્ટના સપ્લાયરની NCB એ કરી ધરપકડ!


અમિત શાહે કહ્યું કે નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે ખૂબ જ ધૈર્યની સાથે તંત્રની ઝીણામાં ઝીણી બાબતોનો અભ્યાસ કર્યો. નિષ્ણાંતોને તંત્ર સાથે જોડ્યા અને સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડી. જ્યારે દેશમાં ભાજપની 2 બેઠક આવી, ત્યારે નરેન્દ્ર મોદી ભાજપ ગુજરાતના સંગઠન મંત્રી બન્યા અને 1987 થી તેમણે સંગઠન સંભાળ્યું. તેમના આવ્યા બાદ સૌથી પહેલા ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની થઈ અને પહેલી વખત ત્યાં ભાજપ સત્તામાં આવી.


ધોની પછી કોણ બનશે CSK નો લોન્ગ ટર્મ કેપ્ટન? આ યંગ પ્લેયર્સ છે સૌથી મોટો દાવેદાર


તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા જ્યારે બધાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હતો. નરેન્દ્રભાઈને તંત્રન કોઈ અનુભવ પણ ન હતો. નરેન્દ્રભાઈ ક્યારે સરપંચ પણ બન્યા ન હતા. અમે ભૂજના ભૂકંપ બાદ ભૂજની કાયાપલટ કરી. પહેલા ભૂજમાં પોસ્ટિંગને સજા માનવામાં આવતી હતી પરંતુ આજે બધુ જ બદલાઈ ગયું છે. નરેન્દ્રભાઈના પાસે સ્કેલ અને સ્કિલ બંનેનું બેલેન્સ છે. આ વાત તેમની અંદર શરૂઆતથી છે. નરેન્દ્રભાઈના મુખ્યમંત્રીના સફળ કાર્યકાળ બાદ વિશ્વાસ આવ્યો કે તેઓ કામ કરી શકે છે.


અનુજની નજીક આવવા કાવ્યા બનવાશે પ્લાન, અનુપમાને આપશે દગો


ગૃહ મંત્રીએ કહ્યું કે, ક્યારે કોઈ કલ્પના નથી કરી શકતું કે, ભારત એર સ્ટ્રાઈક કરી શકે છે. આ કામ માત્ર અમેરિકા કરતું હતું. આજે આપણે 5 થી 6 નંબરની અર્થવ્યવસ્થા બની ગયા છીએ. પીએમ મોદીએ ખુબ જ ધૈર્ય અને સમર્પણથી કામ કર્યું છે.


iPhone SE માં મળી રહ્યું છે આ ખાસ ફીચર, ફેન્સે કહ્યું- વાહ! Apple મોજ કર દી


અમિત શાહે કહ્યું કે, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, મને પીએમ મોદી સાથે શરૂઆતથી કામ કરવાની તક મળી. મેં ક્યારે પીએમ મોદી જેવા શ્રોતા જોયા પણ નથી. તેઓ બધાની વાત ધ્યાનથી સાંભળે છે અને ત્યારબાદ નિર્ણય કરે છે. ક્યારેક તો અમને પણ લાગે છે કે ભાઈ શું વારંવાર મિટિંગ કરે છે પરંતુ તેમની અંદર ધૈર્ય છે. પહેલા તમામ નિર્ણય બહારથી આવતા હતા પરંતુ હવે બધુ જ બહાર થતું નથી. તેથી લોકોને લાગે છે કે, બધુ જ કામ પીએમ મોદી કરી રહ્યા છે. પીએમ મોદી અનુશાસનની સાથે કામ કરે છે.


ગુજરાત સહિત દેશમાં કેમ છવાયું વીજળી સંકટ? સામે આવ્યા આ બે મોટા કારણ


તેમણે કહ્યું કે, અમારા વૈચારિક વિરોધી હમેશા સત્યને તોડી-મરોડીને રજૂ કરે છે. પીએમ મોદી જોખમ લઇ નિર્ણય કરે છે. પીએ મોદી ડરતાનથી કે સત્તામાં જ રહેવાનું છે. તેમનું લક્ષ્ય ભારત ફર્સ્ટનું છે. પીએમ મોદીનો સંકલ્પ દેશને મજબૂત બનાવવાનો છે. દેશના અર્થતંત્રમાં હવે કાળું નાણું ચાલશે નહીં. પીએમ મોદીએ એવા-એવા કામ કર્યા છે કે, જેના ટર્ચ કરવાથી પણ લોકો ડરતા હતા પરંતુ મોદીજીએ આ તમામ નિર્ણયો લીધા.


રસોઈ ગેસ અંગે સૌથી મોટા સમાચારઃ લાગૂ થશે નવી યોજના, જાણો કોના ખાતામાં જમા થશે કેટલાં રૂપિયા?


ગૃહમંત્રીએ કહ્યું કે આધ્યાત્મિકતા બે રીતે થાય છે. જો એક પોતાના માટે કામ કરે છે અને બીજો લોકો માટે કામ કરે છે, તો આજે પીએમ મોદી પણ આ જ કામ કરી રહ્યા છે. અમે દેશના દરેક ઘરમાં નળમાંથી પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. મોદીજીએ શપથ લીધા ત્યારે 18 હજાર ગામો થાંભલા વગર હતા. જો અમારી સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર છે તો તેનો ખુલાસો કરો. જો કોઈ ખામી હોય તો તેને લોકો સમક્ષ લાવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube